Election/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં, અમદાવાદમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ

અમદાવાદમાં 12 નિરીક્ષકોની ટીમ આજથી 2 દિવસ સુધી ટિકિટ વાંચ્છુકોને સાંભળશે. નારણપુરા, ગોતા, સરખેજ સહિત 36વોર્ડ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જ્યારે અન્ય 12 વોર્ડ માટે આવતીકાલે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે.

Ahmedabad Gujarat
a 378 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં, અમદાવાદમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ પાર્ટીઓ પોતાની રણનીતિ બનાવવામાં લાગી ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ સિવાય આપ અને AIMIM પણ પોતાના ઉમેદવારો ઉતારવાની હોવાથી આ ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળશે. એવામાં ભાજપ દ્વારા આજ સંદર્ભમાં આજથી ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં 12 નિરીક્ષકોની ટીમ આજથી 2 દિવસ સુધી ટિકિટ વાંચ્છુકોને સાંભળશે. નારણપુરા, ગોતા, સરખેજ સહિત 36વોર્ડ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જ્યારે અન્ય 12 વોર્ડ માટે આવતીકાલે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે.

આજે ગોતા વોર્ડ માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી જેમાં ગોતા, ઘાટલોડિયા, થલતેજ તથા બોડકદેવ વોર્ડને નિરીક્ષકોની એક ટીમ સાંભળશે.

જણાવવું રહ્યું કે આ તમામ વોર્ડ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનાં લોકસભા મતક્ષેત્રમાં આવે છે. દાવેદારો પોતાના નેતાઓ સાથે ટિકિટની માંગણી કરવા પહોચ્યા હતા. પ્રાથમિક તબક્કે ગોતા, બોડકદેવમાં 1-1 મહિલા કોર્પોરેટરની ટિકિટ કપાઈ શકે છે જ્યારે બંને વોર્ડમાં નવા રોસ્ટર પ્રમાણે મહિલા સીટ અનામત રાખવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપે આજથી ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અમદાવાદમાં 12 નિરીક્ષકોની ટીમ 2 દિવસ સુધી ટિકિટ વાંચ્છુકોને સાંભળશે. શહેરના નારપુરા, ગોતા, સરખેજ સહિતના 36 વોર્ડ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો