Covid19 China/ શાંઘાઈમાં લોકડાઉન 26 એપ્રિલ સુધી લંબાયું, મૃત્યુના આંકડા અટકી રહ્યા નથી

ચીનના શાંઘાઈમાં ગુરુવારે કોવિડ-19થી વધુ 11 દર્દીઓના મોત બાદ લોકોમાં આક્રોશ વધવાના અહેવાલો વચ્ચે શહેરમાં લોકડાઉન 26 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યું છે.

Top Stories World
Covid19 China

ચીન (China) ના શાંઘાઈ (Shanghai) માં ગુરુવારે કોવિડ-19થી (Covid 19) વધુ 11 દર્દીઓના મોત બાદ લોકોમાં આક્રોશ વધવાના અહેવાલો વચ્ચે શહેરમાં લોકડાઉન (lockdown) 26 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, 26 મિલિયનની વસ્તી ધરાવતા શાંઘાઈમાં કોરોનાવાયરસના (Corna Virus) વર્તમાન લહેર દરમિયાન મૃત્યુઆંક વધીને 36 થઈ ગયો છે. શુક્રવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર શહેરમાં છેલ્લા 24 કલાકમાં ચેપના 17,629 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસ અગાઉના કેસ કરતાં 4.7 ટકા ઓછા છે. 1 માર્ચથી, શહેરમાં ચેપના કુલ કેસોની સંખ્યા 4,43,500 થઈ ગઈ છે.

હોંગકોંગ સ્થિત ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ દ્વારા શુક્રવારે પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, દેશભરની હોસ્પિટલોમાં (Hospital) કોવિડ-19ના 30,813 દર્દીઓની સારવાર થઈ રહી છે.

સત્તાવાર આંકડાઓ અનુસાર, ગુરુવારે શાંઘાઈમાં કોરોના વાયરસથી 11 દર્દીઓના મોત થયા છે.

દરમિયાન, શાંઘાઈએ લોકડાઉનનો સમયગાળો 26 એપ્રિલ સુધી લંબાવ્યો છે. શહેરમાં લોકડાઉનનું ચોથું સપ્તાહ ચાલી રહ્યું છે.

ચીનના સૌથી મોટા શહેર અને લગભગ 20 મિલિયનની વસ્તીવાળા શાંઘાઈમાં, કોરોનાવાયરસના ઓમિક્રોન (Omicron) સ્વરૂપને કારણે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

આ પણ વાંચો: માસ્ક લગાવવું જરૂરી, અન્યથા 500 દંડ ભરો; દિલ્હી બાદ આ રાજ્યમાં પણ નિયમો લાગુ થશે