Not Set/ શત્રુઘ્ન સિંહાની પત્નીની સંપત્તિ અધધધ…193 કરોડ, 5માં તબક્કામાં આ ઉમેદવારો પણ કરોડપતિ

લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં કોંગ્રેસના ઉમેદવાર શત્રુઘ્ન સિંહાની પત્ની પૂનમ સિન્હા અધધધ.. રૂ.193 કરોડની સંપત્તિ સાથે સૌથી ધનવાન ઉમેદવાર છે. પાંચમાં તબક્કામાં 184 ઉમેદવાર 1 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે. આ તબક્કામાં બીજેપીના કરોડપતિ ઉમેદવારોની સંખ્યા વધુ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)ના અહેવાલ પ્રમાણે પાંચમાં તબક્કામાં 28 ટકા ઉમેદવારો કરોડપતિ છે. જેમાં સમાજવાદી પક્ષની […]

Top Stories
Poonam Sinha 1 શત્રુઘ્ન સિંહાની પત્નીની સંપત્તિ અધધધ...193 કરોડ, 5માં તબક્કામાં આ ઉમેદવારો પણ કરોડપતિ

લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં કોંગ્રેસના ઉમેદવાર શત્રુઘ્ન સિંહાની પત્ની પૂનમ સિન્હા અધધધ.. રૂ.193 કરોડની સંપત્તિ સાથે સૌથી ધનવાન ઉમેદવાર છે. પાંચમાં તબક્કામાં 184 ઉમેદવાર 1 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે. આ તબક્કામાં બીજેપીના કરોડપતિ ઉમેદવારોની સંખ્યા વધુ છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)ના અહેવાલ પ્રમાણે પાંચમાં તબક્કામાં 28 ટકા ઉમેદવારો કરોડપતિ છે. જેમાં સમાજવાદી પક્ષની ઉમેદવાર પૂનમ શત્રુઘ્ન સિંહા રૂ.193 કરોડની સંપત્તિ સાથે સૌથી ધનવાન ઉમેદવાર છે. તે ઉત્તરપ્રદેશની લખનૌ બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. કરોડપતિની યાદીમાં બીજા ક્રમે પ્રગતિશીલ સમાજવાદી પક્ષના વિજય કુમાર મિશ્રા છે. જે રૂ.177 કરોડની સંપત્તિ ધરાવે છે. જ્યારે રૂ.77 કરોડની સંપત્તિ સાથે ભાજપના ઉમેદવાર જયંત સિંહા ત્રીજા ક્રમે છે.

પક્ષ કરોડપત્તિ ઉમેદવારની સંખ્યા

ભાજપ            38

કોંગ્રેસ            32

બસપા            17

સપા              8

અપક્ષ            31

લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં પ્રતિ ઉમેદવાર સરેરાશ સંપત્તિ રૂ.2.57 કરોડ છે. બીજેપીના 48 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 6.91 કરોડ છે જ્યારે કોંગ્રેસના 45 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 8.74 કરોડ છે. બસપાના 33 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ.3.32 કરોડ છે. સપાના 9 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ.31.57 કરોડ છે.