Not Set/ રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર હૈ નિવેદન’ પર સુપ્રીમમાં વ્યક્ત કર્યો ખેદ

રાહુલ ગાંધીએ તેના ચોકીદાર ચોર હે નિવેદન પર સુપ્રીમ કોર્ટમાં ખેદ વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચૂંટણીના ઉગ્ર માહોલ વચ્ચે તેઓથી આ નિવેદન થઇ ગયું છે. કોર્ટમાં રાહુલે દાખલ કરેલી એફિડેવિટમાં રાહુલે કોર્ટના આદેશની અવમાનના કરવાનો તેનો ઇરાદો ના હતો તેવું કહ્યું હતું. આ અંગે સુપ્રીમકોર્ટ કાલે નિર્ણય આપશે. મીનાક્ષી લેખીની અવમાનના […]

Top Stories
rahul gandhi2 20120215 રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર હૈ નિવેદન’ પર સુપ્રીમમાં વ્યક્ત કર્યો ખેદ

રાહુલ ગાંધીએ તેના ચોકીદાર ચોર હે નિવેદન પર સુપ્રીમ કોર્ટમાં ખેદ વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચૂંટણીના ઉગ્ર માહોલ વચ્ચે તેઓથી આ નિવેદન થઇ ગયું છે. કોર્ટમાં રાહુલે દાખલ કરેલી એફિડેવિટમાં રાહુલે કોર્ટના આદેશની અવમાનના કરવાનો તેનો ઇરાદો ના હતો તેવું કહ્યું હતું. આ અંગે સુપ્રીમકોર્ટ કાલે નિર્ણય આપશે.

મીનાક્ષી લેખીની અવમાનના અરજીને લઇને સુપ્રીમ કોર્ટે ગત સપ્તાહમાં રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને તેની પાસે આ નિવેદન પર જવાબ માંગ્યો હતો.

શું છે સમગ્ર મામલો

રાફેલ મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકો આપતા દસ્તાવેજોની સત્યતા સ્વીકારી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે ચોકીદાર જ ચોર છે. સુપ્રીમ કોર્ટે પણ માન્યું છે કે રાફેલ મામલામાં કોઇને કોઇ ભ્રષ્ટાચાર થયો છે. ત્યારબાદ નવી દિલ્હીના સાંસદ અને ભાજપના નેતા મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની અરજી દાખલ કરી હતી. તેના પર કોર્ટે કહ્યું હતું કે અમે ક્યારેય પણ આ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ નથી કર્યો જે રાહુલ ગાંધીએ કહ્યા છે. અર્થાત્ ન્યાયાલયે ક્યારેય ચોકીદાર ચોર છે વાક્યનો ઉપયોગ નથી કર્યો.