Not Set/ લોકસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું મતદાન સંપન્ન, 1279 ઉમેદવારોના ભાવિ મતદાન પેટીમાં બંધ

દેશમાં લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે આજે 20 રાજ્યોની 91 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થયું. આજે સાંજે લગભગ 1279 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા હતા. ત્રિપુરા અને બંગાળમાં સરેરાશ 80 ટકા જેટલુ મતદાન થયું હતું જ્યારે ઉત્તરપ્રદેશની 8 બેઠકો ઉપર સાંજે 5 કલાક સુધીમાં લગભગ 60 ટકા અને બિહારમાં 51 ટકા જેટલુ મતદાન થયું હતું. […]

Top Stories
vote 759 1 લોકસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું મતદાન સંપન્ન, 1279 ઉમેદવારોના ભાવિ મતદાન પેટીમાં બંધ

દેશમાં લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે આજે 20 રાજ્યોની 91 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થયું. આજે સાંજે લગભગ 1279 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા હતા. ત્રિપુરા અને બંગાળમાં સરેરાશ 80 ટકા જેટલુ મતદાન થયું હતું જ્યારે ઉત્તરપ્રદેશની 8 બેઠકો ઉપર સાંજે 5 કલાક સુધીમાં લગભગ 60 ટકા અને બિહારમાં 51 ટકા જેટલુ મતદાન થયું હતું. આસારમાં 70 ટકા, મેઘાલયમાં 80 ટકા અને તેલંગાણામાં 61 ટકા જેટલુ મતદાન થયું હતું. મતદાન દરમિયાન અનેક સ્થળો પર ઈવીએમ ખોટકાયાની તથા મતદાર યાદીમાંથી નામ ગાયબ થવાની પણ ફરિયાદો ઉઠી હતી.

પહેલા તબક્કાની વાત કરીએ તો કુલ 18 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 91 બેઠકો પર મતદાન થવાનું છે. કુલ 1279 ઉમેદવારો મેદાનમાં છે. તેમનો નિર્ણય 14 કરોડ 20 લાખ 54 હજાર 978 મતદાતાઓ કરશે. તેમાં 7 કરોડ 21 લાખ પુરુષ મતદાતા અને 6 કરોડ 98 લાખ મહિલા મતદાતા છે. તેમના માટે કુલ 1.70 લાખ મતદાન કેન્દ્ર બનાવવામાં આવી રહ્યા છે. આજે જે 91 સીટો પર મતદાન થઈ રહ્યું છે તેમાંથી 33 સીટો પર બીજેપી અને કોંગ્રેસની સીધી ટક્કર છે.

આ બેઠકો માટે થઇ રહ્યું છે મતદાન  

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં આંધ્રપ્રદેશની પ્રત્યેક 25 લોકસભા બેઠક, તેલંગાણાની 17, અસમની 5, બિહારની 4, ઓરિસ્સાની 4, છત્તીસગઢની 1, જમ્મુ કશ્મીરની 2, મહારાષ્ટ્રની 7, અરુણચાલની 2, મણિપુરની 2, મેઘાલયની 2, નાગાલેન્ડ-મિઝોરમની 1-1, સિક્કિમ-ત્રિપુરાની 1-1, ઉત્તરપ્રદેશની 8, ઉત્તરાખંડની 5, અંદમાન-નિકોબાર અને લક્ષદ્વીપની 1-1 અને પશ્વિમ બંગાળની 2 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે.

લાઇવ અપડેટ્સ

સાંજે 5 વાગ્યા સુધીમાં રાજ્યોમાં મતદાન

મેઘાલય 62 ટકા, બિહાર 51 ટકા મતદાન

તેલંગણા 60.5 ટકા, મુઝફ્ફરપુર 62 ટકા મતદાન

ગાઝીયાબાદ – 53 ટકા, મેરઠ – 59 ટકા મતદાન

ઉત્તરપ્રદેશ – 60 ટકા, પશ્વિમ બંગાળ – 85 ટકા મતદાન

મણિપુર – 78.20 ટકા, લક્ષદીપ – 65.9 ટકા

આસામ – 68 ટકા મતદાન

ગાઝિયાબાદના કોંગ્રેસ ઉમેદવાર ડોલી શર્માએ આરોપ લગાવ્યા છે કે મુસ્લિમ ઉમેદવારોને વોટ કરતા રોકવામાં આવ્યા છે. આ બેઠક પરથી ભાજપના હાલના સાંસદ જનરલ વીકે સિંહ એકવાર ફરી મેદાનમાં છે.

બંગાળમાં કૂચબિહારના દિનહાટામાં લોકોએ પહેલી વાર ભારતીય મતદારો તરીકે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. બાંગ્લાદેશ સાથે થયેલા એંકલેવ સમજૂતી અંતર્ગત 9,776 લોકોને 2015ની મતદાર યાદીમાં ભારતીયો તરીકે સામેલ કરાયા હતા.

આંધ્ર પ્રદેશના કડપ્પા જિલ્લાના એક મતદાન કેન્દ્ર પર વાઆઇએસ અને ટીડીપી કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઇ હતી જેમાં વાઇએસઆર કોંગ્રેસનો એક કાર્યકર ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આંધ્ર પ્રદેશના ગુંટૂરમાં પણ ટીડીપી નેતા કે. શિવ પ્રસાદ રાવ પર મતદાન કેન્દ્રની અંદર હુમલો થયો હતો.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેની પત્નીએ નાગપુરમાં મતદાન કર્યું હતું.

મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં મતદાન કરીને પરત ફરી રહેલા લોકોની ટ્રોલી પલટી ખાતા 3 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા.

 

સીધીપેટ જિલ્લામાં તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ અને તેની પત્નીએ મત આપ્યો હતો.

બિજનૌરમાં ઇવીએમ મશીનમાં કમળનું બટન દબાવતા હાથીનું બટન દબાય છે તેવા આરોપો પર પ્રત્યુત્તર આપતા સેક્ટર મેજિસ્ટ્રેટ રાકેશ કુમારે આ પ્રકારની કોઇપણ ઘટના બની હોવાનો ઇનકાર કર્યો છે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થઇ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. મોક પોલિંગ દરમિયાન થયેલી કેટલીક અડચણો હવે દૂર કરાઇ છે.

નોઇડામાં ‘નમો બ્રાંડિગ’  ધરાવતા પેકેટો પર થયેલા વિવાદ વચ્ચે અતિરિક્ત મુખ્ય ચૂંટણી અધિકારી બીઆર તિવારીએ કહ્યું હતું કે અમને મીડિયા તરફથી જાણકારી પ્રાપ્ત થઇ હતી. જો કે તે ‘નમો’ નામની 10 વર્ષ જૂની દુકાન છે. તેને મીડિયામાં ખોટી રીતે દર્શાવાયું છે.

ઉત્તર પ્રદેશના કૈરાનામાં કેટલાક લોકોએ આઇડી પ્રૂફ વગર મતદાન કેન્દ્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો જેને રોકવા માટે બીએસએફના સુરક્ષાકર્મીઓએ હવામાં ફાયરિંગ કરવું પડ્યું હતું. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે બીએસએફના જવાનોએ સુરક્ષાના કારણોસર હવામાં ફાયરિંગ કર્યું હતું. કેટલાક લોકો આઇડી પ્રૂફ વગર મત આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ઉમર અબ્દુલ્લાની ટ્વીટ પર પુંછના જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે શાહપુરમાં એક ઇવીએમ પર કોંગ્રેસના બટનને લઇને અડચણ આવી રહી હતી. હવે નવું ઇવીએમ મશીન લવાયું છે. બીજા મતદાન કેન્દ્ર પર ભાજપનું બટન કામ ના કરતું હોવાથી તેને પણ બદલવામાં આવ્યું છે.

ઉમર અબ્દુલ્લાએ કેટલાક સમય પહેલા ટ્વીટ કરીને કહ્યું હતું કે પુંછના મતદાન કેન્દ્ર પર કોંગ્રેસનું બટન કામ નથી કરી રહ્યું.

ઉત્તરાખંડના હરિદ્વારમાં બાબા રામદેવે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મત આપ્યો હતો. ઉત્તરાખંડની દરેક બેઠક માટે પહેલા ચરણમાં જ વોટિંગ થઇ રહ્યું છે.

આંધ્ર પ્રદેશની પુતલાપટ્ટુ બેઠક પર વાયએસઆર કોંગ્રેસ અન ટીડીપીના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારીનો બનાવ સામે આવ્યો છે, પોલિસે લાઠીચાર્જ કરીને સ્થિતિને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો.

એઆઇએમઆઇએમ અધ્યક્ષ, હૈદરાબાદના હાલના સાંસદ અને ઉમેદવાર અસઉદ્દીન ઔવેશીએ મત આપ્યો છે. ઓવૈસી અહીંયા ત્રણ વખતથી સાંસદ છે.

નાગપુરમાં હાલના સાંસદ અને ભાજપના ઉમેદવાર નીતિન ગડકરીએ મત આપ્યો છે.

નાગપુરમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે મત આપ્યો હતો. તેમણે દરેક મતદારોને પોતોનો કિંમતી વોટ આપવો જોઇએ તેવું કહ્યું હતું.

જમ્મુ-કશ્મીરના જમ્મુ અને બારામૂલામાં બેઠકો પર મતદાન શરૂ થઇ ચૂક્યું છે.

મણિપુરના ઇંમ્ફાલમાં મતદાન ચાલુ છે. મણિપુરમાં બે બેઠકમાંથી એક બેઠક આઉટર મણિપુરમાં આજે મતદાન છે.

ઉત્તરપ્રદેશના બિજનૌરી, બાગપત અને ગાઝિયાબાદમાં કેટલાક ઇવીએમ ક્ષતિગ્રસ્ત થયા હોવાની ખબર મળી રહી છે.

બાગપતમાં રાષ્ટ્રીય લોકદળે ઇવીએમ મશીન ખરાબ થયા હોવાની ફરીયાદ ચૂંટણીપંચમાં કરાઇ છે. 30 જેટલા ઇવીએમ મશીન ખરાબ થયા હોવાથી મતદાન પ્રભાવિત થયા હોવાની ખબર છે.

છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો છે. જો કે કોઇને જાનહાની થવાની ખબર નથી.

તેલગાંણા રાષ્ટ્ર સમિતિના નેતા કવિતાએ નિઝાબાદ બેઠકના પોતંગલ મતદાન કેન્દ્ર માટે વોટ આપ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી: લોકસભા ચૂંટણી માટે આજે પહેલા ચરણનું મતદાન છે. દરેક મતદારોને મારી વિનંતી છ કે લોકતંત્રના આ મહોત્સવમાં જરૂર ભાગ લે. વધુમાં વધુ મતદાન કરે. પહેલા મતદાન, પછી જળપાન.