અમદાવાદ,
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે અમદાવાદના સરખેજથી જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. એક બાજુ આજે બીજેપીનો સ્થપના દિવસ છે અને એક તરફ અમિત શાહ અમદાવાદમાં આવીને જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. આ જોતા લાગી રહ્યું છે કે ભાજપ તરફથી જનતાને રીજવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અમિત શાહેનો રોડ શો થયો શરૂ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહે વણઝર ગામ ખાતે ભાજપના સ્થાપના દિને પુષ્પાંજલિ કરીને હતી. ત્યારબાદ કેસરિયો સાફો બંધાવીને રોડ શોનો પ્રારંભ કર્યો હતો.ત્યારે વિવિધ સમાજના આગેવાનોએ અમિતશાહનું સ્વાગતા કરાયું હતું.આ રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા.આ સિવાયા રોડ શોમાં અમિત શાહ અને મોદી હે તો મુન્કીન હે ના નારા પણ લાગ્યા હતા.
આપને જણાવી દઈએ કે આજે અમદાવાદમાં અમિતશાહએ જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે આ દરમિયાન ભાજપના મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.શાહના ઝંઝાવતી પ્રચારમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.બાઇક રેલી પણ યોજાઇ હતી..જ્યાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, ભાજપના આગેવાનો તેમજ અગ્રણી નેતાઓ પણ હાજર રહ્યા હતા.
આજે બીજેપીનો સ્થપના દિવસ છે ત્યારે અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે તો બીજી બાજુ પીએમ મોદીએ આ ખાસ દિવસ પર ટ્વિટ કર્યું છે.
બીજેપીના સ્થાપના દિવસે પીએમ મોદીએ ટ્વિટ કરી કહ્યું કે- તેના લોકશાહી મૂલ્યો અને દેશભક્તિના કારણે ભાજપ આજે આટલા શાનથી ઉભી છે. પાર્ટી સાથી દેશવાસીઓની મદદ માટે હંમેશાં ગ્રાઉન પર રહે છે.અમારા વિકાસ કાર્યોએ પક્ષને ભારતના દરેક ભાગમાં લોકપ્રિય બનાવી છે.
પીએમ મોદીએ આગળ ટ્વિટ કર્યું કે, ‘મને વિશ્વાસ છે કે બીજેપી કાર્યકર પક્ષ અને તેના સહયોગીઓને ફરીથી સત્તામાં પાછી લાવવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.છેલ્લા 5 વર્ષોમાં ખૂબ કામ કર્યું છે અને અમે આ દેશ માટે વધુ કરવા માંગીએ છીએ.