બોટાદ,
બોટાદ જિલ્લા કોંગ્રેસમાં તિરાડ પડી છે. બોટાદ જિલ્લા કોંગ્રેસના 9 સભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો છે.ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે કેબિનેટ પ્રધાન સૌરભ પટેલ અને પ્રદેશ પ્રમુખના હસ્તે તમામ સભ્યો કેસરીયા રંગમાં રંગાયા. બોટાદ તાલુકાના ચારેય તાલુકામાંથી પટેલ સમાજ, ઠાકોર સમાજ અને માલધારી સમાજના આગેવાનોનું કેબિનેટ પ્રધાન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આપને જણાવી દઈયે કે બોટાદ જિલ્લા પંચાયતમાં કુલ 20 સભ્યો છે. તે પૈકી 18 સભ્યો કોંગ્રેસના હતા અને ભાજપના માત્ર બે જ સભ્યો હતા.હવે જ્યારે કોંગ્રેસના 9 સભ્યો ભાજપમાં જોડાતા કોંગ્રેસ 9 સભ્યો પર જ અટકી પડ્યું છે.એક સાથે 9 સભ્યો તૂટતા કોંગ્રેસમાં સોપો પડી ગયો છે.
જયારે લોકસભા ઈલેક્શન ને લઈને ગણતરી નાજ દિવસો બાકી છે ત્યારે બોટાદ જિલ્લા કોંગ્રેસમાં તિરાડ પડી છે ભારતીય જાણતા પાર્ટી ના જિલ્લા કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી સૌરભ પટેલ અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા બોટાદ જિલ્લા પંચાયત ના 9 સભ્યોએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો..
બોટાદ જિલ્લા કોંગ્રેસ ના 9 સભ્યો ભારતીય જનતા પાર્ટી માં મોડી રાતે કેબિનેટ મંત્રી સૌરભ પટેલ ની હાજરી માં જિલ્લા કાર્યલ ખાતે જોડાયા હતા બોટાદ જિલ્લા ના ચારેય તાલુકા માંથી પટેલ સમાજ ,ઠાકોર સમાજ, માલધારી સમાજ સહીત ના આગેવાનો નું કેબિનેટ મંત્રી સૌરભ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ઓન્ગ્રેસ જિલ્લા પંચાયત ના સ્ભ્યો પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ની વિકાસલક્ષી રાજનીતિ ને સ્વીકારી ને ભાજપ માં જોડાયા હતા હાલ બોટાદ જિલ્લા પંચાયત માં કુલ 20 સ્કર્ભ્યો છે તમથી 18 કોંગ્રેસના હતા અને ભાજપ ના માત્ર 2 સ્ભયોજ હતા હાલ કોંગ્રેસ ના 9 શ્બયો જોડાતા ભાજપ ના કુલ 11 સભ્યો થયા છે