જુનાગઢ,
લોકસભાની ચૂંટણીને આડે ગણત્રીના દિવસો બાકી છે ત્યારે જુનાગઢમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો મળ્યો છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ડેલીગેટ્સ ભાજપમાં જોડાશે.જી હા હરદેવસિંહ રાયજાદા ભાજપનો ખેસ ધારણ કરશે. હરદેવસિંહ રયજાદા આવતી કાલે CMની જાહેરસભામાં ભાજપનો ભગવો ધારણ કરેશે.આવતી કાલે જુનાગઢના કેસોદ ખાતે CM વિજય રૂપાણીની જાહેરસભા યોજવાની છે.જેમાં તેઓ ભાજપમાં સત્તાવાર રીતે જોડાશે ઉલ્લેખનિય છે કે હરદેવસિંહ રાયજાદા કેશોદ સર્વજન સમાજના પ્રમુખ છે.