અમદાવાદ,
23 એપ્રિલે રાજ્યમાં મતદાન થવાનું છે ત્યારે ઈવીએમ ડિસ્ટ્રીબ્યુશન અને ડિસ્પેચની પ્રક્રિયા યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે.રાજ્યના વિવિધ સ્થળોએ ઈવીએમ મુદ્દે કામગીરી કરવામાં આવી રહી છે.અમદાવાદમાં 21 સ્થળોએ ઈવીએમ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણીલક્ષી કાર્યોમાં જોતરાયેલા કર્મચારીઓ દ્વારા ઈવીએમ વિતરણ પ્રક્રિયાને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
અમદાવાદ શહેરમાં કુલ 1088 મતદાન મથકમાં4021બૂથ છે. તમામ બૂથની બહાર સીસીટીવીથી રેકોર્ડિંગ થતું રહેશે. સંવેદનશીલ મતદાન મથકો ઉપર CAPF (સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ) ના જવાનો ગોઠવાશે. શહેરના તમામ મતદાન મથક ઉપર સોમવાર સવારથી સાંજ સુધીમાં પોલીસ, SRP, CAPF અને હોમગાર્ડસના જવાનો ગોઠવાઈ જશે. સાંજથી જ મતદાન મથકનો કબજો સુરક્ષા જવાનો લઈ લેશે. મંગળવારે સવારે સાત વાગ્યે મતદાન પહેલાં છ વાગ્યાથી મતદાન મથક ઉપર સુરક્ષા જવાનો અને શહેરમાં પોલીસનું ક્રોસ પેટ્રોલિંગ શરૂ થઈ જશે.