Vadodara News: ગણેશ ચતુર્થીના પાવન અવસરે વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસમાં ભગવાન ગણેશજીની સ્થાપના રાજ પરિવાર દ્વારા કરવામાં આવી છે. શુભ ચોઘડિયામાં પરંપરાગત રીતે પૂજાવિધિ સાથે રાજમહેલના શ્રીજીની ભવ્ય સવારી શાન સાથે રાજમાર્ગો પર નીકળી હતી. વડોદરાના રાજવી પરિવાર દ્વારા રાજમહેલમાં પરંપરાગત રીતે ગણેશજીની વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરવામાં આવી હતી. આ ગણેશજીના દર્શન શહેરીજનો સાંજના 4 થી 6 કલાક દરમિયાન કરી શકશે.
વડોદરાના રાજમહેલમાં સ્થાપિત કરવામાં આવતા ગણપતિ બાપ્પાની પ્રતિમાની ઉંચાઈ 36 ઇંચ અને વજન 90 કિલો હોય છે. આ મૂર્તિને ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે રહેતા મૂર્તિકાર ચૌહાણ દ્વારા બનાવવામાં આવે છે. દાંડિયા બજારથી પાલખીમાં ગણેસજીને વાજતેગાજતે બેન્ડબાજા સાથે લઈ જવાયા હતા.
પેલેસના દરબાર હોલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. 95 વર્ષથી પેલેસમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ચૌહાણ પરિવાર દ્વારા વર્ષોથી મૂર્તિ તૈયાર કરાય છે. 36 ઇંચ ઊંચી અને 90 કિલો વજનની વર્ષોથી માટીની ગણેશજીની મૂર્તિ બનાવાય છે. હીરામોતી જડિત આભૂષણ પહેરાવી રાજગુરુ આચાર્ય પ્રેમદત્ત વ્યાસ દ્વારા પૂજા કરાવવામાં આવે છે. ગણેશજીની મૂર્તિ માટે ભાવનગરથી માટી મંગાવાય છે.
આ પણ વાંચો: ખુલાસો! અમેરિકાના રસ્તે થાય છે રેપ અને હત્યા! ‘ડિંકી રૂટ’ માટે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકે છે…
આ પણ વાંચો: શાંઘાઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાનનું પ્રભુત્વ, ‘ડંકી’ મચાવશે ધૂમ