Maharashtra/ 3 મે સુધીમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકર બંધ કરો, નહીં તો સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડીશું: MNS ચીફ રાજ ઠાકરે

રાજ ઠાકરેએ કહ્યું કે, 3 મે સુધીમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકર બંધ કરી દેવા જોઈએ નહીં તો સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.

Top Stories India
Untitled 9 3 મે સુધીમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકર બંધ કરો, નહીં તો સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડીશું: MNS ચીફ રાજ ઠાકરે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ ફરી એકવાર રાજ્ય સરકારને મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરવા ચેતવણી આપી છે. રાજ ઠાકરેએ કહ્યું કે, 3 મે સુધીમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકર બંધ કરી દેવા જોઈએ નહીં તો સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. આ એક સામાજિક મુદ્દો છે, ધાર્મિક નથી. હું રાજ્ય સરકારને કહેવા માંગુ છું કે, અમે આ વિષય પર પીછેહઠ નહીં કરીએ, તમારે જે કરવું હોય તે કરો.

 

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પણ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડાએ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે 3 મે સુધીમાં જો મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ નહીં થાય તો અમે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા પણ વગાડીશું. તમને જણાવી દઈએ કે દેશના કેટલાક રાજ્યોમાં નવરાત્રિના પહેલા દિવસે અને બાદમાં નવરાત્રીના અંતિમ દિવસે શોભા યાત્રાઓને લઈને પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, કર્ણાટક વગેરેમાં ઘણી જગ્યાએ સાંપ્રદાયિક તણાવની સ્થિતિ જોવા મળી રહી છે.

બીજી તરફ રાજ ઠાકરેએ શરદ પવાર પર જોરદાર નિશાન સાધ્યું. સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે અજિત પવારના ઘરે દરોડા પડ્યા છે પરંતુ સુપ્રિયા સુલેના ઘરે કેમ નથી? આ સાથે તેમણે કહ્યું કે જ્યારે શરદ પવાર તેમના ભાષણમાં ખુશ હોય છે ત્યારે ડર લાગે છે. અગાઉ, પોલીસે રવિવારે દાદર વિસ્તારમાં શિવસેના મુખ્યાલયની સામે લાઉડસ્પીકર પર ‘હનુમાન ચાલીસા’ વગાડવા બદલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના ચાર કાર્યકરોની અટકાયત કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, પોલીસે લાઉડ સ્પીકર, જે કાર પર મૂકવામાં આવ્યું હતું તે કાર, વાહન અને અન્ય વસ્તુઓ પણ જપ્ત કરી લીધી છે.

રામ નવમી હિંસા/ રામનવમીના દિવસે થયેલી હિંસામાં કુલ 21 વ્યક્તિઓ સામે કાર્યવાહી