ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત આમ સમગ્ર ગુજરાતમાં ક્યાંક હળવો, તો ક્યાંક ભારે, તો ક્યાંક અતિ ભારે વરસાદ વરસી રહ્યો હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. પાછલા 24 કલાકમાં ગુજરાતનાં 169 તાલુકાઓમાં વરસાદ નોંઘવામાં આવ્યો છે. સૌથી વધુ ભુજ શહેરમાં 7 ઇંચ વરસાદ નોંધાયો, તો પાટણનાં હારીજમાં 5 ઇંચ, ભાવનગરના ઘોઘામાં 3 ઇંચ, કચ્છના ભચાઉમાં 3 ઇંચ, ધોળકા અને ઉપલેટામાં અઢી ઇંચ, વડોદરા, કાલાવડ અને ધ્રાંગધ્રામાં બે ઇંચ, સુરત, નવસારી અને વલસાડમાં પણ સારો વરસાદ નોંધાયો છે. ડાંગ અને તાપી જિલ્લામાં છુટોછવાયો વરસાદ જોવામાં આવી રહ્યો છે. સુરત જિલ્લામાં 24 કલાકમાં 27 મિ.મી. વરસાદ વરસ્યો છે.
જુઓ આ રિપોર્ટ…….
રાજ્યમાં લગભગ 91થી 95 ટકા વરસાદ વરસી ગયો હોવાથી અને પડોશી રાજ્યો અને ઉપરવાસનાં વિસ્તારોમાં પણ સારા વરસાદનાં કારણે ગુજરાતની તમામ નદીઓ અને નાન-મોટા તળાવો સહિત અનેક ડેમ છલોછલ જોવા મળી રહ્યા છેે. કહી શકાય કે ગુજરાત માથેથી જળસંકટ ટળી ગયું છે. ત્યારે ફરી ટેનશનનાં સમાચાર આંગણે દસ્તક દઇ રહ્યા છે.
જુઓ આવી છે રાજ્યમાં જળાશયોની સ્થિતિ
હવામાન વિભાગે કરી આવી આગાહી……
જી હા, હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, બંગાળની ખાડીમાં ફરી એકવાર અન્ય એક લો પ્રેશર સક્રિય બન્યું છે. લો પ્રેશરનાં કારણે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદ વરસે તેવી વકી જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ આ લો પ્રેશરનાં કારણે મધ્ય, ઉત્તર અને દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે ફરી દોહરાવી છે. ગુજરાતનાં મહાનગર અમદાવાદ સહિત સમગ્ર ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાતમાં આવતા બે દિવસ વરસાદનું જોર વધારે જણાશે. જો કે, લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં કોઇ ખાસ અસરો જોવામાં નહી આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.