રેસ્ટોરન્ટ કે હોટલમાં ખાવાનું મોંઘું થઇ શકે છે. એલપીજી ગેસના ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. સરકારી તેલ કંપનીઓએ 1 માર્ચથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર રિફિલિંગના ભાવમાં 105 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. કોમર્શિયલ એલપીજી દિલ્હીમાં રૂ. 105 અને કોલકાતામાં રૂ. 108 મોંઘુ થયું છે. એટલું જ નહીં, 5 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ 27 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે.
આ વધારા બાદ દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની નવી કિંમત 2,012 રૂપિયા થઈ ગઈ છે. આ સાથે પાંચ કિલોના સિલિન્ડર છોટુમાં પણ 27 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં તેની કિંમત હવે 569 રૂપિયા થઈ ગઈ છે.
દેશમાં મોંઘવારી દિનપ્રતિદિન વધી રહી છે, ઉલ્લેખનીય છે કે હાલ કોમર્શિયલ ગેસના ભાવમાં ધરખમ વધારો થયો છે, હાલ યુક્રેન અને રશિયાનું યુદ્વ ચાલી રહ્યું તે જોતા એક વાત સ્પષ્ટ થાય છે કે આવનાર દિવસોમાં ગેસ સહિત વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો જોવા મળશે.