સતત બીજા દિવસે પણ બરોબર આવા જ મોડી સાંજનાં સમયે સમગ્ર અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધવામાં આવ્યો છે. અમદાવાદના એસજી હાઇવે, બોપલ, ગોતા, રાણીપ, વાડજ, સેટેલાઇટ, ચાંદખેડા, નરોડા, ચાંદલોડિયા, બાપુનગર સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો, હાલ પણ વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે.
વરસાદને પગલે શહેરમાં ઠંડકનું મોજુ ફરી વળ્યું હોવાનુ સામે આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને પગલે વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો . શહેરના અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.
આ વિસ્તારમાં પડ્યો વરસાદ આટલો વરસાદ, હાલ પણ જરમર જરમર ચાલું
અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં 603 મિમિ, પશ્ચિમ વિસ્તારમાં 529 મિમિ, મધ્ય અમદાવાદમાં 531 મિમિ, ઉત્તરીય વિસ્તારમાં 531 મિમિ, દક્ષિણ વિસ્તારમાં 616 મિમિ વરસાદ નોંધવામાં આવ્યો છે. સતત કલાકથી વધુ સમય માટે ધોધમાર ખાબકેલો વરસાદ હાલ પણ ઘીમી ધારે વરસી રહ્યો છે.ત્યારે સમગ્ર અમદાવાદની વાત કરવામાં આવે તો શહેરમાં સરેરાશ 597 મિમિ જેટલો વરસાદ પડ્યો હોવાનું નોંધવામાં આવે છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.