દૂરદર્શનની લોકપ્રિય સીરિયલ ‘મહાભારત’ કોણે નહીં જોઈ હોય. તેમા ગદા ધારણ કરનાર ભીમ ઘણા લોકો માટે આદર્શ સાબિત થયા હતા. જણાવી દઇએ કે, ભીમની ભૂમિકા પ્રવીણ કુમાર સોબતીએ ભજવી હતી. તેમને દેશનાં તમામ બાળકો પણ ઓળખે છે. પરંતુ આજની તારીખમાં તેમની હાલત એવી છે કે તેમને પોતાને સર્વાઇવ કરવા માટે પૂરતા પૈસા નથી મળી રહ્યા. 76 વર્ષીય પ્રવીણે હવે સરકારને પેન્શન માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આ ઉંમરે બધા તેમને ભૂલી ગયા છે અને તેમની સાથે કોઈ નથી.
આ પણ વાંચો – Myanmar Violence / મ્યાંમારમાં સેનાએ 30 લોકોને ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યા,મૃતહેહને સળગાવ્યા
મહાભારત સીરિયલનું દરેક પાત્ર આજે પણ આપણા મગજમાં છે. છેલ્લા 30 વર્ષથી આ સીરિયલનાં કલાકારો લોકોનાં દિલ પર રાજ કરી રહ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનો સમય સારો નથી ચાલી રહ્યો. પોતાના દમદાર પાત્રથી દુનિયાને વાહવાહ કહેવા મજબૂર કરનાર અને રમતનાં મેદાનમાં સફળતા હાંસલ કરનાર પ્રવીણે 76 વર્ષની ઉંમરે સરકારને મદદની અપીલ કરી છે. જણાવી દઇએ કે, પ્રવીણ કુમારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું કહેવાય છે, જેના કારણે તેમણે સરકારને આર્થિક મદદની અપીલ કરી છે. અભિનેતાએ પંજાબમાં સરકાર બનાવનાર તમામ પક્ષો સમક્ષ પોતાની ફરિયાદ વ્યક્ત કરી છે.
પ્રવીણ સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી છે અને તે એકમાત્ર એથલીટ છે જેમણે કોમનવેલ્થમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમનું કહેવું છે કે જે પણ ખેલાડીઓ એશિયન ગેમ્સ રમે છે અથવા મેડલ જીતે છે, તેમને પેન્શન આપવામાં આવે છે. જોકે, તેમને આ અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. અભિનેતા પ્રવીણ કુમાર સોબતી કહે છે, ‘હું 76 વર્ષનો થઈ ગયો છું. હું લાંબા સમયથી ઘરે છું. મારી તબિયત સારી નથી. કરોડરજ્જુની સમસ્યાઓનાં કારણે ખાવામાં ઘણા પ્રકારનો ત્યાગ કરવો પડે છે. ઘરમાં પત્ની વીણા સંભાળ રાખે છે અને એક દીકરીનાં લગ્ન મુંબઈમાં કર્યા છે. એક સમય હતો જ્યારે સૌ કોઇ ભીમને ઓળખતા હતા, પણ હવે બધા ભૂલી ગયા છે.
આ પણ વાંચો – આતંકાવાદીઓ ઠાર / કાશ્મીરમાં સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો,24 કલાકમાં પાંચ આતંકવાદીનો ખાત્મો…
તેમની ફિટનેસ જોઈને પ્રવીણ કુમાર સોબતીની શાળાનાં મુખ્ય શિક્ષકે તેમને રમત-ગમત તરફ પ્રોત્સાહિત કર્યા હતા, ત્યારબાદ તેમણે સ્પર્ધાઓ જીતવાનું શરૂ કર્યું હતું. આ પછી 1966 કોમનવેલ્થ ગેમ્સ માટે ડિસ્કસ થ્રો માટે નામ આવ્યું. જમૈકાનાં કિંગ્સ્ટનમાં યોજાયેલી આ રમતમાં તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો. પાછળથી, પ્રવીણે બેંગકોકમાં 1966 અને 1970 બન્ને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું.