છોટા ઉદેપુરથી ગીતા રાઠવાને 2 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસનાં રણજીતભાઇ રાઠવા માટે કમોસમી વરસાદ જેવી પરિસ્થિતિ. છોટાઉદેપુરમાં થોડી ક્ષણોમાં પરિણામ જાહેર થવા જઇ રહ્યુ છે ત્યારે કોંગ્રેસ માટે માત્ર હવે જોવાનુ જ રહેશે કે કેટલા મતોથી મળી શકે છે હાર. જે મુજબ સ્થિતિ દેખાઇ રહી છે તે મુજબ કહી શકાય કે ગીતા રાઠવા આ બેઠક પર બાજી મારવામાં સફળ રહ્યા છે. 2014માં જે રીતે ભાજપ ગુજરાતમાં કોંગ્રેસનાં સુપડાસાફ કર્યા હતા તેવી જ પરિસ્થિતિ આજે દેખાઇ રહી છે. જો કે હજુ થોડા સમય બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. પરંતુ એકવાત સાતી છે કે ગુજરાતમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડે તોો કોઇ નવાઇ નહી.
છોટા ઉદેપુર લોકસભા બેઠક અગાઉ કોંગ્રેસનો ગઢ હતી તેનું કારણ એ હતું કે, એ વખતે આ મતવિસ્તારમાં તમામ વિધાનસભા મતવિસ્તારો આદિવાસી બહુમતી ધરાવતા હતા. 2009માં નવું સીમાંકન આવ્યું પછી આ લોકસભા બેઠકના મતવિસ્તારો બદલાયા. વડોદરા જિલ્લાના શહેરી અને અર્ધશહેરી મતવિસ્તારો પણ તેમાં ઉમેરાયા ને તેના કારણે આખાં સમીકરણ બદલાઈ ગયાં. છોટા ઉદેપુર લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભા સીટોમાં હાલોલ, છોટાઉદેપુર, પાવીજેતપુર, ડભોઈ, સંખેડા, પાદરા અને નાંદોદનો સમાવેશ થાય છે. છોટા ઉદેપુરની લોકસભા બેઠકોમાં કુલ મત દારોની સંખ્યા 16,65,353 છે. છોટા ઉદેપુરની લોકસભા બેઠકમાં આદિવાસીમાં ભીલ અને પછી બીજા ક્રમે રાઠવા મતદારો આવે છે. અહી રાઠવા આદિવાસીઓની વસતી 8 ટકાની આસપાસ છે. જ્યા ક્ષત્રિય મતદારો અને પાટીદારો અને સવર્ણો ભાજપ સાથે રહ્યા છે તો આદિવાસી, મુસ્લિમ અને દલિત મત કોંગ્રેસને મળે છે. છોટા ઉદેપુર લોકસભાની જાતિવાદી ગણીતની વાત કરવામાં આવે તો ક્ષત્રિય 15, પાટીદારો 10, બ્રાહ્મણો 7, દલિત 10 અને મુસ્લિમ 5 ટકા છે.
છોટા ઉદેપુરનો રાજકીય ઈતિહાસ
ભાજપે છેલ્લાં કેટલાંક વરસોમાં મધ્ય ગુજરાતમાં તેની પકડ મજબૂત બનાવી છે. મધ્ય ગુજરાતની લોકસભા બેઠકોમાં પણ જે બેઠક પર ભાજપ સૌથી મજબૂત બન્યો છે એ પૈકી એક બેઠક છોટા ઉદેપુરની બેઠક છે. છોટા ઉદેપુર લોકસભા બેઠક અસૂચિત જનજાતિ (એસટી) માટે અનામત બેઠક છે. આ બેઠક પર એક સમયે કોંગ્રેસનું વર્ચસ્વ હતું. આ બેઠક 1977માં અસ્તિત્વમાં આવી. એ પહેલાં છોટા ઉદેપુરના મોટા ભાગના વિસ્તારો ડભોઈ લોકસભા બેઠકનો ભાગ હતા. એ વખતે ગુજરાતમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું તેથી ડભોઈ બેઠક પરથી પણ કોંગ્રેસ જીતતી હતી.2014માં મોદી લહેરના કારણે રામસિંહ રાઠવાને 1.79 લાખની જંગી સરસાઈ મળી હતી.
છોટા ઉદેપુર લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ.
ગીતા રાઠવા છોટાઉદેપુર જિલ્લો બન્યો ન હતો ત્યારે વડોદરા જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ રહી ચૂક્યા છે અને તેઓ હાલનાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતનાં સભ્ય છે. જ્યારે રણજીત રાઠવા છોટાઉદેપુરનાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનાં પુત્ર છે. વર્ષોથી મોહનસીહનું પરિવાર રાજકારણમાં છે. કોંગ્રેસે રણજીત રાઠવાને પહેલીવાર લોકસભાની ચૂંટણીમાં ઉતાર્યા છે. લોકસભાની ચૂંટણીનું પરિણામ 23 મેં ના રોજ આવવાનું છે ત્યારે સ્પષ્ટ થઇ જશે કે અહી કોંગ્રેસને કે પછી ભાજપને જનતાની સેવા કરવાનો લાવો મળે છે.