Not Set/ મહાજંગ – 2019નાં આ છે “દિગ્ગજ રણછોડ”, શું લાગે છે ? કેટલો ફરક પડશે આ નેતાઓની ગેજહાજરીથી?

મહાજંગ – 2019 આમતો અનેક રીતે વિશિષ્ટ રહ્યો છે. સ્વીટ 16 વટાવી પરિપક્વ બનેલી આપણી 17 લોકસભા માટેનાં આ મહાજંગમાં ઘણી વિશેષ વાતો જોવા મળી, પરંતુ આ વિશેષતાની સાથે સાથે આટલા ચહેરાઓ મેદાનમાં નથી જેવા મળ્યા તે પણ હકીકત છે અને હવે કદાચ કોઇ દિવસ આ દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડકતા જોવા ન પણ મળે. આ […]

Top Stories India
pjimage 6 મહાજંગ - 2019નાં આ છે "દિગ્ગજ રણછોડ", શું લાગે છે ? કેટલો ફરક પડશે આ નેતાઓની ગેજહાજરીથી?

મહાજંગ – 2019 આમતો અનેક રીતે વિશિષ્ટ રહ્યો છે. સ્વીટ 16 વટાવી પરિપક્વ બનેલી આપણી 17 લોકસભા માટેનાં આ મહાજંગમાં ઘણી વિશેષ વાતો જોવા મળી, પરંતુ આ વિશેષતાની સાથે સાથે આટલા ચહેરાઓ મેદાનમાં નથી જેવા મળ્યા તે પણ હકીકત છે અને હવે કદાચ કોઇ દિવસ આ દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડકતા જોવા ન પણ મળે. આ એવા નેતા બિલકુલ નથી જેની ટીકીટ સામાન્ય રીતે પાર્ટીઓએ કાપી નાંખતા ચૂંટણીમાં નથી જોવા મળી રહ્યા. ટીકીટ કપાઇ અને નારાજ થયેલા નેતાનો તો ભારતમાં રાફળો ફાટી નીકળે છે અને આવા નેતા સત્તા લાલચમાં તુરંત બીજા પક્ષમાં ભળી પણ જાય છે. અને આવા નેતાનું લિસ્ટ તો પાનાંઓ લાંબુ છે. પરંતુ આ એવા નેતાએ છે જે પોતે જ ચૂંટણી નથી લડી રહ્યા અને સ્વેચ્છાએ મેદાન બહાર રહેવાનું પસંદ કર્યું છે.

pjimage 7 1 મહાજંગ - 2019નાં આ છે "દિગ્ગજ રણછોડ", શું લાગે છે ? કેટલો ફરક પડશે આ નેતાઓની ગેજહાજરીથી?

રણછોડોની વાત કરવામાં આવે અને ખરા અર્થમાં સ્વેચ્છાએ મેદાન છોડ્યું હોય અને આજે પણ પક્ષ પ્રત્યે વફાદાર હોય તેવા નેતાની ગણતરી કરવામાં આવે તો તેમાં ભાજપનાં દિગ્ગજ કર્મઠ નેતા અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, ભાજપનાં જ નેતા અને લોકસભાનાં અધ્યક્ષ સુમિત્રા માહાજન(સુમિત્રા તાઇ), ભાજપની સ્થાપનામાં પાયાનાં પથ્થર સમા બે નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી, ભાજપનાં ફાયર બ્રાન્ડ અને તેજ તરાર નેતા સાધ્વી ઉમા ભારતી,

pjimage 9 મહાજંગ - 2019નાં આ છે "દિગ્ગજ રણછોડ", શું લાગે છે ? કેટલો ફરક પડશે આ નેતાઓની ગેજહાજરીથી?

પૂર્વ વડાપ્રધાન અને વિશ્વમાં સારા અર્થશાસ્ત્રી તરીકે ગણાતા ડૉ. મન મોહન સિંહ,  કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી તેમજ નાણામંત્રી જેવા મહત્વનાં સ્થાનો પર રહી ચૂંકેલા નેતા પી. ચિદંમ્બરમ, આવા જ બીજા કોંગ્રેસનાં દિગ્ગજ નેતા કપિલ સિબ્બલ,

pjimage 10 1 મહાજંગ - 2019નાં આ છે "દિગ્ગજ રણછોડ", શું લાગે છે ? કેટલો ફરક પડશે આ નેતાઓની ગેજહાજરીથી?

બસપાનાં સુપ્રિમો અને વડાપ્રધાનની રાસમાં જેમનું નામ વારંવાર સામે આવતુ રહે છે તેવા માયાવતી, નેશનલ કોંગ્રેસ પાર્ટી(એનસીપી)નાં સ્થાપક શરદ પવાર(શરદરાવ), જેવા નેતાઓનો સમાવેશ થાય છે.

આ એવા નેતાઓ છે કે જે ચૂંટણી લડે તો કોઇ પણ સંજોગોમાં હારે તેવું પ્રતિત થતું નથી છતા ચૂંટણી મહાજંગમાંથી આ તમામ નેતા ખસી તો ગયા જ છે(અપવાદ તો બધે જ હોય અને ક્યારેક નાખુશ રીતે પણ કોઇ ખસી ગયું હોય કે ખસાવી દેવાયા હોય), પરંતુ આજે પણ આ તમામ નેતાઓ પોતાનાં પક્ષની સાથે જ છે ખરેખર વફાદરી પૂર્વક તેની પક્ષ પ્રત્યેની ફરજ બજાવતા આવ્યા છે. આમ મહત્વનાં કહી શકાય તેવા 5 ભાજપનાં, 3 કોંગ્રેસનાં અને બસપા-એનસીપીનાં 1-1 નેતા હવે ચૂંટણીમાં કદાચ બીજી વાર ન પણ જોવામાં આવે. પરંતુ ભારતનાં રાજકીય ઇતિહાસમાં તેમને યાદ કર્યા વિના ચાલશે નહી તે વાત પણ એટલી જ સાચી છે.