મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ, એનસીપી તેમજ શિવસેના પણ તેમના ધારાસભ્યોના તૂટી જવાનો ભય વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને જયપુર મોકલવાનો નિર્ણય લીધો છે, ત્યારે શિવસેનાએ શુક્રવારે સાંજે તેના 56 ધારાસભ્યોને મલાડની રીટ્રીટ હોટેલમાં ખસેડ્યા છે. આ સાથે જ એનસીપીના પ્રમુખ શરદ પવારે પણ પોતાના ધારાસભ્યોને એકત્રિત કરવાનું શરૂ કર્યું છે.
શુક્રવારે કોંગ્રેસના નેતા વિજય વાદેતીવારે ભાજપ પર હોર્સ ટ્રેડીંગનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષ બદલવા માટે 25 થી 50 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે. ધારાસભ્યોએ તેમને આ અંગેની માહિતી ફોન પર આપી છે.
અમે અમારા ધારાસભ્યોને આવા ફોન કોલ રેકોર્ડ કરવા જણાવ્યું છે જેથી જનતા સત્ય જાણી શકે. તે જ સમયે, મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ બાલા સાહેબ થોરાટે કહ્યું કે જો સરકારની રચના અંગેનું ચિત્ર સ્પષ્ટ ન થવા ને કારણે હોર્સ ટ્રેડીંગની શક્યતા વધી ગઈ છે.
એટલા માટે શિવસેનાએ પોતાના ધારાસભ્યોને હોટલમાં રાખ્યા છે. આ સાથે જ એનસીપી પ્રમુખ જયંત પાટિલે કહ્યું કે અમારા ધારાસભ્યોને લાલચ આપવામાં આવી રહ્યા છે. પરંતુ કોઈ પણ લલચાશે નહીં કારણ કે તેઓએ જનતાને જવાબ આપવો પડશે. આ સાથે જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મારા પક્ષના ધારાસભ્યો ક્યાં રહેવાના છે તે નક્કી કરવાનો મારો અધિકાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.