મહારાષ્ટ્ર/ ‘સામના’માં સંજય રાઉતના લેખ ઉપર બગડ્યા અજિત પવાર, કહ્યું- સમસ્યા વધારવાનું કામ ન કરો

શિવસેનાના મુખપત્ર સામનામાં એન્ટીલીયા કેસમાં સસ્પેન્ડ થયેલા પોલીસ અધિકારી સચિન વાજે અને ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વચ્ચેના

Top Stories India
Untitled 145 'સામના'માં સંજય રાઉતના લેખ ઉપર બગડ્યા અજિત પવાર, કહ્યું- સમસ્યા વધારવાનું કામ ન કરો

શિવસેનાના મુખપત્ર સામનામાં એન્ટીલીયા કેસમાં સસ્પેન્ડ થયેલા પોલીસ અધિકારી સચિન વાજે અને ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વચ્ચેના સંબંધો અંગે સવાલો ઉઠાવ્યા બાદ એનસીપીએ સંજય રાઉતને  સલાહ આપી છે કે આ મામલામાં બળતામાં ઘી હોમવાનું કામ ના કરે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપી નેતા અજિત પવારે કહ્યું કે, ત્રણ પક્ષની મિશ્ર સરકાર છે, તો આ પક્ષ સાથે જોડાયેલા લોકોએ એકબીજા પર નિવેદનો આપીને સમસ્યા વધારવાનું કામ ન કરવું જોઈએ.

બીજી તરફ, એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન નવાબ મલિકે સામનાના લેખનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અનિલ દેશમુખ ‘આકસ્મિક’ ગૃહ પ્રધાન નથી. સંપાદકને લેખ લખવાનો અધિકાર છે. શરદ પવારે તેમને વિચારીને જ જવાબદારી સોંપી છે. તે ‘આકસ્મિક’ ગૃહ પ્રધાન નથી. જો ગૃહ પ્રધાનમાં કેટલીક ખામીઓ છે, તો તે તેને દૂર કરવા માટે કામ કરશે.

કોરોના રસી / ભારતે પોતાના નાગરિકો કરતા પણ વધુ રસી દુનિયાને આપી છે

ગૃહમંત્રી અમિત શાહનો વિશ્વાસ / બંગાળમાં પહેલા તબક્કામાં 26 સીટ અને અસમમાં 37 સીટ જીતીશું :

તમને જણાવી દઈએ કે શિવસેનાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે સચિન વાજે જે વસુલાત કરી રહ્યા હતા તેની જાણકારી રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખને ન હતી? મુખપત્રમાં વધુમાં લખ્યું છે કે દેશમુખને આકસ્મિક રીતે ગૃહ પ્રધાન પદ મળ્યું છે. એપીઆઈ લેવલના અધિકારી સચિન વાજેને આટલા બધા અધિકાર કોણે આપ્યા? આ તપાસનો વિષય છે. ગૃહ પ્રધાન, પોલીસ કમિશનર, મંત્રી મંડળના મુખ્ય લોકોનો લાડલો એવો સચિન વાજે ફક્ત સહાયક પોલીસ નિરીક્ષક હતા, પરંતુ તેને સરકારમાં અમર્યાદિત સત્તાઓ આપવામાં આવી હતી.

અનિલ દેશમુખને ‘આકસ્મિક’ ગૃહ મંત્રાલય મળ્યું

સામનામાં લખ્યું છે કે અનિલ દેશમુખને ‘આકસ્મિક’ ગૃહ મંત્રાલય મળ્યું હતું. જ્યારે ઉમેદવાર કોઈ બીજા હતા. કારણ કે જયંત પાટિલ અને દિલીપ વાલ્સે પાટીલે આ પદ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આજે વર્તમાન સરકાર પાસે ‘ડેમેજ કંટ્રોલ’ માટેની કોઈ યોજના નથી. ગૃહમંત્રી તરીકે આરઆર પાટિલની કાર્ય પદ્ધતિની તુલના આજે પણ કરવામાં આવે છે. શંકાસ્પદ વ્યક્તિના ઘેરામાં રહીને રાજ્યના ગૃહ પ્રધાન પદ પર બેસીને કોઈ વ્યક્તિ કાર્યભાર નહિ સાંભળી શકે. પોલીસ વિભાગ પહેલેથી જ કુખ્યાત છે. અને તેમાં આવી વાતો વધુ શંકા ઉભી કરે છે.