મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ અટકવાનું નામ નથી લઈ રહ્યા. આજે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા હતા. જ્યારે શિવસેનાના નેતા સંજય રાઉત એનસીપી ચીફ શરદ પવારને મળવા પહોંચ્યા છે. બીજેપી કે શિવસેનામાંથી કોઈએ હજી સુધી સરકાર બનાવવાનો દાવો કર્યો નથી, આવી સ્થિતિમાં રાજકીય સંકટ વધારે ગાઢ બની રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે.
દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેમને રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યું છે અને રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકાર્યું છે. આ બધાની વચ્ચે ફરી એકવાર, ગડકરીએ મુખ્યમંત્રીના 50-50 ફોર્મ્યુલાનો ઇનકાર કરતા કહ્યું કે આવું કોઈ વચન આપવામાં આવ્યું નથી.
મુંબઇ પહોંચેલા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શિવસેનાના આક્ષેપો પર કહ્યું – હોર્સ ટ્રેડીંગ નો કોઈ પ્રશ્ન નથી. જો ભાજપ અને શિવસેના વચ્ચે મધ્યસ્થીની જરૂર હોય તો હું તે કરી શકું છું.
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા નીતિન રાઉતે કહ્યું – એવા અહેવાલો છે કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પાસે ભાજપના નેતાઓએ પૈસા લઈને સંપર્ક કર્યો હતો. ગઈકાલે અમારા એક-બે ધારાસભ્યોને આશરે 25 કરોડની ઓફર કરવામાં આવી હતી. અમે હોર્સ ટ્રેડીંગને રોકવાનો પ્રયત્ન કરીશું.
આ દરમિયાન શિવસેનાએ તેના તમામ ધારાસભ્યોને હોટેલ માં ઉતર્યા છે તો, કોંગ્રેસ પણ તેના ધારાસભ્યોને મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે હવે કોંગ્રેસને પણ તેના ધારાસભ્યો તૂટવાનો ડર લાગી રહ્યો છે. આથી કોંગ્રેસે હવે તેમના ધારાસભ્યોને રાજસ્થાનની રાજધાની જયપુરમાં લઇ જવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યો છે કે તે કોંગ્રેસની સાથે સાથે શિવસેનાના ધારાસભ્યોને પણ ખરીદી રહી છે.
કોંગ્રેસે દાવો કર્યો છે કે ભાજપે એક ધારાસભ્યને 50 કરોડ રૂપિયા આપવાની ઓફર કરી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતા હુસૈન દલવાઇએ જણાવ્યું કે ભાજપ ભલે ગમે તેટલા પ્રયાસો કરી લે. તમામ કોંગી ધારાસભ્યો એકજૂટ છે કોઇ પણ ધારાસભ્ય પાર્ટી છોડીને નહીં જાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.