મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચેના રાજકીય હુસાતુસી વચ્ચે એનસીપીના પ્રમુખ શરદ પવારે એક મોટું નિવેદન આપ્યું છે. એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે જનતાએ તેમના પક્ષને વિપક્ષમાં બેસવા કહ્યું છે અને માટે પાર્ટી પણ આ જ કરશે. એનસીપી અને કોંગ્રેસના ટેકાથી મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બનાવવાની સંભાવનાના અહેવાલો વચ્ચે પવારે આ ટિપ્પણી કરી છે. નાસિકમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે ભાજપ અને તેના સાથી શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદના વિભાજનને લઈને માંઠાગાંઠને ‘ડેડલોક’ ગણાવી હતી.
21 ઓક્ટોબરે યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સંયુક્ત રીતે લડનારા ભાજપ અને શિવસેનાએ અનુક્રમે 105 અને 56 બેઠકો જીતી હતી. એનસીપી અને કોંગ્રેસે અનુક્રમે 54 અને 44 બેઠકો મેળવી છે.
જ્યારે એનસીપી અને કોંગ્રેસના ટેકાથી શિવસેનાની સરકાર બનાવવાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું ત્યારે પવારે કહ્યું કે આ મામલે તેમની પાર્ટીમાં કોઈ ચર્ચા થઈ નથી.
તેમણે કહ્યું કે, અમારી પાસે સ્પષ્ટ બહુમતી નથી. જનતાએ અમને વિપક્ષમાં બેસવાનું કહ્યું છે. અમે તે આદેશ સ્વીકારીએ છીએ અને કાળજી લઈશું કે અમે તે ભૂમિકા અસરકારક રીતે ભજવીશું. શિવસેના આગ્રહ કરી રહ્યું છે કે અઢી વર્ષમાં ભાજપ અને અઢી વર્ષમાં તેના મુખ્ય પ્રધાનને વારાફરતી સત્તા આપવામાં આપવી જોઈએ. ભાજપ આવી સિસ્ટમ લાગુ કરવા માટે ઉત્સુક નથી.
વિજેતા પક્ષોનો ઉલ્લેખ કરતા પવારે કહ્યું, “લોકોએ તેમને સરકાર બનાવવાની તક આપી છે. તેઓએ તેનો ઉપયોગ કરવો જ જોઇએ. પરંતુ હવે જે ચાલી રહ્યું છે તે મારા મતે બાલિશ છે. ”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન