Not Set/ મહારાષ્ટ્ર/ ઉદ્ધવ ઠાકરે સરકારનાં કેબિનેટ વિસ્તાર બાદ સંજય રાઉતે આપ્યું મોટું નિવેદન

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારનાં મંત્રીમંડળનાં વિસ્તરણમાં શિવસેનાનાં ઘણા ધારાસભ્યોને જે રીતે સ્થાન મળ્યું ન હતું, તે પછી પક્ષમાં અસંતોષ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. આ મામલે પાર્ટીનાં વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે, લોકોને સમજવું જોઈએ કે તે ત્રણ પક્ષની સરકાર છે અને ત્રણેય પક્ષોમાં ખૂબ જ સક્ષમ લોકો હાજર છે. આપણા લોકોએ ધીરજ રાખવી […]

Top Stories India
Sanjay Raut 630 630 571 855 મહારાષ્ટ્ર/ ઉદ્ધવ ઠાકરે સરકારનાં કેબિનેટ વિસ્તાર બાદ સંજય રાઉતે આપ્યું મોટું નિવેદન

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારનાં મંત્રીમંડળનાં વિસ્તરણમાં શિવસેનાનાં ઘણા ધારાસભ્યોને જે રીતે સ્થાન મળ્યું ન હતું, તે પછી પક્ષમાં અસંતોષ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. આ મામલે પાર્ટીનાં વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે, લોકોને સમજવું જોઈએ કે તે ત્રણ પક્ષની સરકાર છે અને ત્રણેય પક્ષોમાં ખૂબ જ સક્ષમ લોકો હાજર છે. આપણા લોકોએ ધીરજ રાખવી જોઈએ. આપણા માટે ખુશીની વાત છે કે ઉદ્ધવ ઠાકરે રાજ્યનાં મુખ્યમંત્રી છે.

આપને જણાવી દઇએ કે, સંજય રાઉતનાં ભાઈને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યા બાદ પાર્ટીમાં નારાજગી હોવાના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ આ અંગે સંજય રાઉતે સ્પષ્ટ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનાં વિસ્તરણમાં તેમના ભાઇને જગ્યાનાં અભાવ અંગે તેમના પરિવારનો કોઈ પણ સભ્ય ગુસ્સે નથી અને તેમનો પરિવાર હંમેશા પાર્ટી પાસેથી લેવાની નહીં પણ આપવામાં ભરોસો રાખે છે. સંજય રાઉતને જ્યારે તેમના ભાઇને ઉદ્ધવ કેબિનેટમાં સ્થાન ન આપવામાં આવે તે અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું – “હું અને મારો પરિવાર હંમેશાં શિવસેનાની સાથે રહ્યા છે.

રાઉતે કહ્યું કે, અમે ઠાકરે પરિવાર માટે સમર્પિત છીએ. રાજ્યમાં સરકારની રચનામાં અમારા પરિવારે ફાળો આપ્યો છે. “તેમણે એ સમજાવવાનો પણ પ્રયાસ કર્યો છે કે” તે ત્રણ પક્ષની સરકાર છે, અને દરેક પક્ષમાં લોકો યોગ્ય છે. તેથી, ક્વોટામાં જે પણ ઉપલબ્ધ છે તે ફક્ત સ્વીકારવું પડશે. મને ખુશી છે કે ઉદ્ધવ ઠાકરે રાજ્યનાં મુખ્યમંત્રી છે. “સંજય રાઉતે એમ પણ કહ્યું છે કે, તેઓ પાર્ટીમાંથી કઇ લેવા નહીં, પણ પાર્ટીને આપવાનો વિશ્વાસ રાખે છે. મંત્રી તરીકે ભાઈની ગેરહાજરીની ચર્ચા પર તેમણે કહ્યું કે,” અમે ક્યારેય કંઈપણ માંગ્યું નથી. ઉપરથી, અમે પાર્ટીને આપવામાં માનીએ છીએ. મારા ભાઈ સુનિલે ક્યારેય મંત્રી પદની માંગણી કરી નથી. કેટલાક લોકો માત્ર અફવાઓ ફેલાવી રહ્યા છે. ”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.