મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણ પરાકાષ્ઠાએ પહોચ્યું છે,સમગ્ર દેશની નજર આ રાજ્યના રાજકીય સમીકરણ પણ છે કે હવે શું થશે?રાજકીય સંઘર્ષમાં સોમવારે મોટો વળાંક આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોને 11 જુલાઈ સુધી ગેરલાયક ઠેરવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. શિંદે જૂથના વકીલે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે જ્યારે ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ હોય તો તે બીજાને કેવી રીતે અયોગ્ય ઠેરવી શકે છે. જ્યારે બીજી તરફ, શિંદે જૂથ વારંવાર તેમની પાસે પૂરતું સંખ્યાત્મક બળ હોવાનો દાવો કરી રહ્યું છે.
બંધારણીય વ્યવસ્થા હેઠળ ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલ સ્પીકરનું કામ જોઈ રહ્યા છે. નરહરિ NCPના ધારાસભ્ય છે. શિંદે જૂથ પહેલાંથી જ 24 જૂને જ બંધારણની કલમ 179 હેઠળ ડેપ્યુટી સ્પીકરને પદ પરથી હટાવવાની નોટિસ આપી ચૂક્યું છે. આના એક દિવસ પહેલાં જ શિવસેનાએ 12 બળવાખોર ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવા માટે ડેપ્યુટી સ્પીકરને અરજી આપી હતી.આ પરથી શિંદે જૂથની વ્યૂહરચના સ્પષ્ટપણે દેખાય છે. શિંદેનો પહેલો હેતુ નરહરિ જીરવાલને ડેપ્યુટી સ્પીકરની ખુરશી પરથી હટાવીને તેમની પાસેથી સ્પીકરની સત્તા છીનવી લેવાનો છે. આ માટે શિંદે જૂથને પહેલા 14 દિવસની નોટિસ આપવી પડશે, જેની શરૂઆત તેમણે 4 દિવસ પહેલાં કરી દીધી છે. આ પછી તરત જ આ જૂથ ડેપ્યુટી સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ પસાર કરવા માગે છે.
ડેપ્યુટી સ્પીકરને હટાવવાની સાથે જ શિંદે તેમના જૂથને મળશે અથવા ભાજપના વરિષ્ઠ ધારાસભ્યને વિધાનસભાના સ્પીકર બનાવશે. જો ઉદ્ધવ રાજીનામું નહીં આપે તો શિંદે તરત જ તેમની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. પોતાના સ્પીકર હોવાની સાથે શિંદે જૂથ પક્ષપલટાની કાર્યવાહીથી બચવાની સાથે આ અવિશ્વાસ પ્રસ્તાવને સરળતાથી પાસ કરાવી લેશે.
ઉદ્ધવ સરકારનું પડવાની સાથે જ શિંદે જૂથના આધારે દેવેન્દ્ર ફડણવીસ સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. સંખ્યાબળના આધાર પર રાજ્યપાલને પણ ફડણવીસને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં પણ કોઈ મુશ્કેલી નહીં પડે.
બાગી નેતા શિંદેને મહારાષ્ટ્ર વિધાનસભાના કુલ 287 ધારાસભ્યમાંથી 144 ધારાસભ્યોની જરૂર છે. અત્યારે ઉપલબ્ધ આંકડાઓ અનુસાર, શિંદે જૂથ અને ભાજપની સંયુક્ત સંખ્યા 168 છે, એટલે કે 144ના જરૂરી આંકડા કરતાં 24 વધુ. જો શિંદે જૂથ આ વ્યૂહરચનામાં સફળ થાય છે અને ઉદ્ધવ ઠાકરે ડેપ્યુટી સ્પીકરને બચાવી શકશે નહીં તો લોકશાહીના અભિપ્રાય મુજબ તેમણે રાજીનામું આપવું પડી શકે છે.મહારાષ્ટ્રની રાજનીતિંમાં હાલ ભાજપ સરકરા બનાવવા માટે રણનીત પર કામ કરી રહી છે.
કોંગ્રેસ,એનસીપી,અને શિવસેના અને ભાજપ વચ્ચે હાલ રાજકીય ઘમાસાન ચાલી રહ્યું છે, ઉદ્વવ ઠાકરેની સરકાર પડી ભાંગશે? નવા રાજકીય સમીકરણ શું રચાશે તે આવનાર સમય બતાવશે.
ભાજપ સાથે આ ફોર્મ્યુલા પર સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે એકનાથ શિંદે
શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેથી અલગ થઈને ભારતીય જનતા પાર્ટી સાથે સરકાર બનાવી શકે છે. આ અંગે આંતરિક રીતે ચર્ચા ચાલી રહી છે. અત્યારે શિંદે અને ભાજપની છાવણી એ શરતો પર ચર્ચા કરી રહી છે કે જેના પર બંને પક્ષો સહમત થઈ શકે અને સરકાર બની શકે. સૌથી મોટો સવાલ એ છે કે શું એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ પદ માટે ભાજપ પર દબાણ બનાવશે?
એકનાથ શિંદેએ 12 વાગે બળવાખોર ધારાસભ્યો સાથે બેઠક પણ બોલાવી છે. આ બેઠક ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં યોજાશે, જ્યાં તમામ બળવાખોર ધારાસભ્યો રોકાયા છે.પહેલો અને મોટો સવાલ એ છે કે શું એકનાથ શિંદે પોતાના માટે ડેપ્યુટી સીએમ પદ માંગશે? તેમને કયું મંત્રાલય મળશે તેની ચર્ચાઓ ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુજબ જો બળવાખોર ધારાસભ્યો ભાજપ સાથે મળીને સરકાર બનાવે છે તો શિંદે જૂથના 8 ધારાસભ્યોને કેબિનેટ મંત્રી અને 5ને રાજ્યસભાનો દરજ્જો મળી શકે છે. જેમાં 29 કેબિનેટ મંત્રીઓ ભાજપના હશે. એકનાથ શિંદે ઈચ્છે છે કે બળવાખોર જૂથ સાથે આવેલા અપક્ષ ધારાસભ્યોને તેમના ક્વોટામાંથી ભાજપ દ્વારા મંત્રી બનાવવામાં આવે.
રાજકીય કટોકટી પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપનો હેતુ માત્ર મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો જ નહીં, પરંતુ તે રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેને નબળા પાડવા પણ માગે છે. આ જ કારણ છે કે ભાજપ ઇચ્છે છે કે શિંદે જૂથને શિવસેનાનું નિશાન મળી જાય. એનાથી ભાજપને આવનારી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં શિવસેનાનો સામનો કરવાનું પણ સરળ રહેશે.