નડિયાદ/ મહેમદાવાદના તત્કાલીન મહિલા મામલતદારને 4 વર્ષની સજા,લાંચ સ્વીકારી નહી પરતું વોઇસ રેકોર્ડિંગના આધારે ફસાયા

મહિલા મામલતદારે નવી શરત જમીનમાંથી જૂની શરતના હુકમની પડેલી કાચી એન્ટ્રી મંજૂર કરવા બદલ રૂપિયા 15 હજારની લાંચની માંગણી કરી હતી

Top Stories Gujarat
mamltdar મહેમદાવાદના તત્કાલીન મહિલા મામલતદારને 4 વર્ષની સજા,લાંચ સ્વીકારી નહી પરતું વોઇસ રેકોર્ડિંગના આધારે ફસાયા

ખેડા જિલ્લાના મહેમદાવાદમાં મામલતદાર કચેરીમાં વર્ષ 2013માં ફરજ બજાવતા મહિલા મામલતદારે નવી શરત જમીનમાંથી જૂની શરતના હુકમની પડેલી કાચી એન્ટ્રી મંજૂર કરવા બદલ રૂપિયા 15 હજારની લાંચની માંગણી કરી હતી. તત્કાલીન મહિલા મામલતદાર તેમના મળતીયા સાથે મળી ફરિયાદી સાથે ટેલિફોનિક વાત કરતા રેકોર્ડીંગમાં પકડાઈ ગયા હતા. આ બનાવમાં આજે નડિયાદ કોર્ટે મામલતદાર તેમજ તેમના મળતીયા કોમ્પ્યુટર ઓપરેટરને કસૂરવાર ઠેરવી 4 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

15 હજારની લાંચની માગણી મામલે ઝડપાયેલા મહેમદાવાદના તત્કાલીન મહિલા મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટરને કોર્ટે 4 વર્ષ કેદની સજા ફટકારતા લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. મહત્વનું છે કે  ACBએ લાંચના છટકા માટે કરેલા વોઈસ રેકોર્ડીંગને કોર્ટે માન્ય રાખી સજા ફટકારી હતી.

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા કાનનબેન ઉષાકાંત શાહ વર્ષ 2013મા ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતેની મામલતદાર કચેરીમા મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન તેમણે પોતાના તરફથી રૂપિયા લેવા માટે મામલતદાર કચેરીમા કોમ્પ્યુટર ઓપરેટર ફરજ બજાવતા સમીરખાન જફરુલ્લાખાન પઠાણ (રહે. ભોજા તલાવડી સામે, નડીઆદ)ને રાખ્યો હતો. મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામા નજી૨મીયા નવાઝમીયા મલેકે ગત 7મી મે 2013ના રોજ ગામ કેસરા, તા.મહેમદાવાદ, ખાતે આવેલ બ્લોક સર્વે. નં.918ની જમીન વેચાણ દસ્તાવેજ આધારે ખરીદી કરી હતી અને એલ આર.સી કરી દસ્તાવેજ કર્યો હતો. જેતે વખતે વેચાણની કાચી નોધ પણ પડી ગઈ હતી.આથી જૂની શરતના હુકમની નોંધ પ્રમાણિત કરાવવા સારુ તેઓએ આ સમયના મહેમદાવાદના મામલતદાર કાનનબેન શાહનો સંપર્ક કર્યો હતો. જે નોંધ પ્રમાણિત કરાવાવ સારું કાનનબેન શાહે રૂપિયા 15 હજારની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી નઝીરમિયાએ નડિયાદ ACBનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરીયાદ આધારે બે સરકારી પંચો મેળવી વોઈસ રેકોર્ડરનો ઉપયોગ કરી લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે છટકામા આરોપી કાનનબેન શાહ તથા આરોપી સમીર પઠાણે એકબીજાના મેળાપણામા ફરિયાદી સાથે લાંચની માંગણી અંગેની હેતુલક્ષી વાતચીત કરી આરોપી કાનનબેન શાહ તથા આરોપી સમીરખાન જફરુલ્લાખાન પઠાણ, કોમ્પ્યુટર ઓપરેટર (ખાનગી વ્યકિત)ના ઓ રૂપિયા 15 હજારની લાંચની માંગણી કરી જે વોઈસ રેકોર્ડીંગમાં રેકોર્ડ થઈ ગયું હતું જોકે આરોપીઓને શંકા જતા ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારેલ નહોતી

 

 

,