સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના ચાહકોની યાદી ઘણી લાંબી છે. મહેશ તેની આકર્ષક એકટિંગ માટે જાણીતો છે. મહેશે તેની કારકિર્દીમાં અત્યાર સુધીની એકથી એક એકટિંગ ફિલ્મમાં કામ કર્યું છે. તાજેતરમા અભિનેતાએ તેની નવી ફિલ્મ મેજરની રિલીઝ ડેટ જાહેર કરી છે. હવે એક અભિનેતા ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અભિનેતાએ હાલમાં જ પોતાને ખૂબ કિંમતી ભેટ આપી છે. કિંમત જાણીને ચાહકો ચોંકી ઉઠશે.
પોતાની દરેક ફિલ્મથી ચાહકોને દિવાના બનાવનારા મહેશે પોતાને એક કિંમતી ભેટ આપી છે. અભિનેતાએ પોતાને વેનિટી વેન ગિફ્ટ કરી છે. ચાહકો આ વેનની કિંમત જાણીને આશ્ચર્ય પામશે. મહેશ તેની વેનને કારણે ચર્ચામાં આવ્યો છે.
કરીના કપૂર ખાને બતાવી તેમના પુત્રની પહેલી ઝલક, જુઓ તસવીર
બોલિવૂડ લાઇફના સમાચારો અનુસાર મહેશે 6.5 કરોડની વેનિટી વેન ખરીદી છે. અભિનેતાએ આ ખૂબ જ મોંઘી વેન ખરીદી છે ત્યારથી જ તેની સોશિયલ મીડિયા પર સતત ચર્ચા કરવામાં આવી રહી છે. ચાહકો ફરી એકવાર તેના દિવાના થયા છે.
જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે મહેશ બાબુની આ નવી વેનિટી વેન તેની પસંદગી પ્રમાણે જ બનાવવામાં આવી છે. જેમાં ખૂબ જ સુંદર બેડરૂમ, કિચન અને વર્કઆઉટ જગ્યાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ચાર પૈડાં પર એક ઘર છે જે મહેશ બાબુ સાથે સાથે ચાલશે જ્યાં અભિનેતા શૂટિંગમા જશે.
બાકીના સ્ટાર્સની મોંઘી વેનિટી વેનની યાદીમાં હવે મહેશ બાબુની વેનિટી વેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાઉથના સ્ટાર અલ્લુ અર્જુનની વેનિટી વેનની કિંમત 7 કરોડ છે, જ્યારે શાહરૂખની વેનિટી વેનની કિંમત 4 કરોડ છે.
મહેશ બાબુના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ મેજરની રિલીઝ ડેટ બહાર આવી છે. ફિલ્મના નવા પોસ્ટરને શેર કરતાં રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી છે. મેજર 2 જુલાઈ 2021 ના રોજ રજૂ થશે.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના જીવનચરિત્ર પર સેટ કરવામાં આવી છે, જે તાજ હોટેલમાં 26/11 ના હુમલામાં માર્યા ગયા હતા