વિવાદાસ્પદ ટ્વીટ/ મહિલા કોંગ્રેસના સો.મીડિયા ઈન્ચાર્જ નતાશા શર્માએ કોમનવેલ્થ ગેમ્સ બાદ ગુજરાત અને ગુજરાતીઓનું કર્યું અપમાન

કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના ઇન્ચાર્જે કોમનવેલ્થ મામલે ગુજરાત પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસના મહિલા નેતા નતાશા શર્માએ વિવાદાસ્પદ ટ્વીટ કરીને વિવાદ ઉભો કર્યો છે.

Gujarat Others
નતાશા શર્માએ

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પર નજર કરીએ તો ખબર પડશે કે આ વખતે ભારતે શાનદાર રમત બતાવી છે. ભારતે કેટલીક એવી સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં મેડલ જીત્યા છે, જેમાં જીતની કલ્પના કરવી મુશ્કેલ હતી. લૉન બૉલ હોય કે ટ્રિપલ જમ્પ હોય કે ઉંચી કૂદ હોય, ભારત આ તમામ સ્પોર્ટસ ઇવેન્ટ્સમાં ક્યારેય આરામદાયક નહોતું અને મેડલ પણ નહોતા મેળવી શક્યા. પરંતુ આ વખતે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને આ ઈવેન્ટ્સમાં પણ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. ત્યારે આવામાં દિલ્હીના કોંગ્રેસ નેતા નતાશા શર્માએ ગુજરાત અંગે એક વિવાદિત નિવેદન ટ્વિટ કર્યું છે. જોકે, એની થોડી જ મિનિટોમાં તેમણે ગુજરાતની માફી માંગતી ટ્વિટ કરી છે.

કોંગ્રેસના મહિલા નેતા નત્તાશા શર્માએ વિવાદાસ્પદ ટ્વીટ કરતાં લખ્યું હતું કે ‘કોમનવેલ્થમાં ગુજરાતના કોઇ ખેલાડી ગોલ્ડ મેડલ લાવ્યા કે નહિ કે પછી દેશ છોડીને ભાગી જવામાં જ ગોલ્ડ મેડાલિસ્ટ છે. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. જેમાં સુરતના હરમીત દેસાઇએ ગોલ્ડ મેડલ જીત્યો છે તો ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો છે. બીજી તરફ સોનલ પટેલે બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે.

Natasha Sharma મહિલા કોંગ્રેસના સો.મીડિયા ઈન્ચાર્જ નતાશા શર્માએ કોમનવેલ્થ ગેમ્સ બાદ ગુજરાત અને ગુજરાતીઓનું કર્યું અપમાન

નોંધનીય છે કે, ગુજરાતે કોમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. ટેબલ ટેનિસમાં હરમીત દેસાઇ અને પેરા ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારતે 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ જીતીને કુલ 61 મેડલના આખરી સ્કોર સાથે કોમનવેલ્થ ગેમ્સનું સમાપન કર્યું હતું.

Natasha Sharma 1 મહિલા કોંગ્રેસના સો.મીડિયા ઈન્ચાર્જ નતાશા શર્માએ કોમનવેલ્થ ગેમ્સ બાદ ગુજરાત અને ગુજરાતીઓનું કર્યું અપમાન

આ પહેલીવાર નથી કે કોંગ્રેસે ગુજરાત અને ગુજરાતીઓને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હોય. કદાચ તેઓ એ સહન ન કરી શકે કે રાજ્યએ લગભગ 3 દાયકામાં કોંગ્રેસને ફરીથી સત્તામાં ન આપી હોય અથવા કદાચ એટલા માટે કે રાજ્યએ નરેન્દ્ર મોદીનું નિર્માણ કર્યું જેમણે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસને ખતમ કરી નાખી છે. કારણ ગમે તે હોય, ગુજરાત વિરુદ્ધનો આ પ્રચાર ખૂબ જ ઉપરના સ્તરેથી થાય છે અને નતાશા શર્મા રાજ્યને નિશાન બનાવનાર પ્રથમ કોંગ્રેસી નેતા નથી.

આ પણ વાંચો:રશિયન એરબેઝમાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત પાંચ ઘાયલ

આ પણ વાંચો: ‘કાનૂન બનાના સરકાર કા કામ તોડના હમારા કામ’, દારૂની બોટલો સાથે ફિલ્મી ડાયલોગ કર્યા વાયરલ

આ પણ વાંચો:બુધવારે વિશ્વ સિંહ દિવસની રાજ્યભરમાં ભવ્ય રીતે કરાશે ઉજવણી