IPL 2021/ હૈદરાબાદ વિરુદ્ધ માહીની ટીમે મેળવી આસાન જીત, પોઈન્ટ ટેબલમાં પહોંચી ટોચ પર

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 23 મી મેચ દિલ્હીનાં અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જ્યાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 વિકેટે સરળ જીત મેળવી હતી. આ સાથે, સીએસકેની ટીમે આઈપીએલ 2021 માં સતત 5 મી મેચ જીતી હતી.

Sports
123 176 હૈદરાબાદ વિરુદ્ધ માહીની ટીમે મેળવી આસાન જીત, પોઈન્ટ ટેબલમાં પહોંચી ટોચ પર

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 23 મી મેચ દિલ્હીનાં અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જ્યાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 વિકેટે સરળ જીત મેળવી હતી. આ સાથે, સીએસકેની ટીમે આઈપીએલ 2021 માં સતત 5 મી મેચ જીતી હતી.

આપને જણાવી દઇએ કે, સીએસકેની ટીમે આઈપીએલમાં સતત 5 મેચમાં બે વાર જીત મેળવનારી કેકેઆર પછી બીજી ટીમ બની છે. ઉલ્લેખનીય છે કે, કેકેઆર પાસે આઈપીએલનાં ઇતિહાસમાં સૌથી વધુ સતત મેચ જીતવાનો રેકોર્ડ છે. કેકેઆર 2014-15 નાં વચ્ચે સતત 10 મેચ જીતવામાં સફળ રહી હતી. 2012 માં, કેકેઆરની ટીમે એક સીઝનમાં 6 મેચ જીતવાનું કામ કર્યું હતું. વળી, સીએસકેની ટીમ આ સૂચિમાં બીજા સ્થાને છે, જેણે 2013 માં સતત 7 મેચ જીતી હતી. જ્યારે આરસીબીની ટીમે 2011 માં 7 મેચ જીતી હતી, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમે વર્ષ 2008 માં સતત 6 મેચ જીતી હતી. દિલ્હીનાં મેદાન પર રમાયેલી આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે મનીષ પાંડે (61) અને કેપ્ટન ડેવિડ વોર્નર (57) ની અડધી સદીની ઇનિંગ્સનાં આધારે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. સીએસકે તરફથી એન્ગેડીએ 2 વિકેટ લીધી હતી જ્યારે સેમ કરને એક વિકેટ લીધી હતી.

જેના જવાબમાં સીએસકેની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડ (75) અને ફાફ ડુપ્લેસિસ (56) ની અડધી સદીની ઇનિંગ્સને કારણે પ્રથમ વિકેટ માટે 129 રનની ભાગીદારી કરી હતી. સીએસકે તરફથી ગાયકવાડે 44 બોલમાં 12 ચોક્કાની મદદથી 75 રન બનાવ્યા હતા જ્યારે ડુપ્લેસિસે 38 બોલમાં 6 ચોક્કા અને એક છક્કાની મદદથી 56 રન બનાવ્યા હતા.

મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રાશિદ ખાને જબરદસ્ત બોલિંગ કરી હતી અને પોતાની 4 ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. પરંતુ તેને બીજા છેડેથી કોઈ અન્ય બોલરનો સાથ મળ્યો ન હતો અને હૈદરાબાદની ટીમ મેચ સરળતાથી હારી ગઈ હતી. સીએસકેની ટીમે 18.3 ઓવરમાં 172 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને મેચ 7 વિકેટે જીતી લીધી હતી. આ જીત સાથે, ચેન્નાઈ સુપર કિંગ્સ 6 મેચોમાં 5 જીત સાથે હવે પોઈન્ટ ટેબલ પર નંબર વન પર પહોંચી ગઇ છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 6 મેચોમાં 5 હાર સાથે પોઈન્ટ ટેબલ પર સૌથી નીચે એટલે કે 8 માં સ્થાને છે. બીજી તરફ, આરસીબી ટીમના નેટ રન રેટને કારણે, દિલ્હી કેપિટલ્સની ટીમ 8 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે.

Untitled 45 હૈદરાબાદ વિરુદ્ધ માહીની ટીમે મેળવી આસાન જીત, પોઈન્ટ ટેબલમાં પહોંચી ટોચ પર