Surendranagar/ સુરેન્દ્રનગર રેલ્વે વિભાગની ગંભીર બેદરકારીના પગલે સર્જાઈ મોટી ઘટના

સુરેન્દ્રનગર રેલવે વિભાગની ગંભીર બેદરકારી સામે આવી. વિભાગની બેદરકારીના પગલે બ્રીજ ઉપર માલવાહક ડબલ ડેકર ટ્રેન છૂટી પડી હોવાની ઘટના બનવા પામી.

Top Stories Gujarat Uncategorized
YouTube Thumbnail 2023 10 26T164501.991 સુરેન્દ્રનગર રેલ્વે વિભાગની ગંભીર બેદરકારીના પગલે સર્જાઈ મોટી ઘટના

સુરેન્દ્રનગર રેલવે વિભાગની ગંભીર બેદરકારી સામે આવી. વિભાગની બેદરકારીના પગલે બ્રીજ ઉપર માલવાહક ડબલ ડેકર ટ્રેન છૂટી પડી હોવાની ઘટના બનવા પામી. આ ઘટના જોરાવરનગર બેઠા પુલ પાસેના રેલવે પુલ ઉપર બની છે. જોરાવરનગર પુલ પર માલવાહક ડબલ ડેકર ટ્રેન છૂટી પડવાની ઘટના જોવા આસપાસના સ્થાનિકો ઉમટી પડ્યા. સ્થાનિકોની ભીડ વધતા વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો.

કોઈપણ ટ્રેનોમાં સામાન્ય ખામી સર્જાય તો પણ પાછળના તમામ રૂટને તે અસરગ્રસ્ત કરે છે. સુરેન્દ્રનગરના જોરાવરનગરના પુલ પાસે માલવાહક ડબલ ડેકર ટ્રેન છૂટી પડતા ત્યારપછીના ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવ પડ્યો. માલવાહક ડબલ ડેકર ટ્રેન છૂટી પડવાની ઘટનાને પગલે રેલવે વિભાગમાં દોડધામ જોવા મળી. તેમજ આ ઘટનાને પગલે સુરેન્દ્રનગર ભાવનગર દોડતી ટ્રેનનું શેડયુલ ખોરવાયું. જેના કારણે અપડાઉન કરતા કર્મચારીઓ મુસીબતમાં મુકાયા.

સુરેન્દ્રનગરમાં માલવાહક ડબલ ડેકર ટ્રેન છૂટી પડી હોવાની ઘટના બનવા પામી. હાલતો માલવાહક ડબલ ડેકર ટ્રેનની ઘટના બનવા પાછળ ટેકનીકલ કારણો હોવાનું જણાવવામાં આવ્યું છે. જો કે વિભાગ દ્વારા આ ઘટનાને લઈને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.