Face Care/ આયુર્વેદની મદદથી ઘરે જ ચહેરાને સ્લિમ અને શાર્પ બનાવો

આ પદ્ધતિ ચહેરાની ફિટનેસ માટે પણ અસરકારક સાબિત થઈ છે

Lifestyle Health & Fitness
Untitled design 15 આયુર્વેદની મદદથી ઘરે જ ચહેરાને સ્લિમ અને શાર્પ બનાવો

દરેક વ્યક્તિ ચહેરાની ત્વચાને સુંદર બનાવા માટે અનેક પ્રયત્નો કરે છે. પરંતુ ત્વચાને સુંદર બનાવવાની સાથે ચહેરાના આકારનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. કેટલીક વખત 28-30 વર્ષની ઉંમરે ચહેરા પર ઢીલાપણું દેખાવા લાગે છે, તેમજ જડબુંની શાર્પનેશ જતી રહે છે. આવી સ્થિતિમાં આયુર્વેદની મદદથી તમે ઘરે જ ચહેરાને ટાઈટ અને શાર્પ બનાવી શકો છો. આ માટે, તમારે દરરોજ ફક્ત એક જ વસ્તુ કરવાની જરૂર છે.

ઓઈલ પુલિંગ કરો

ઓઈલ પુલિંગ નામ સાંભળીને તમે ચોંકી જશો. પંરતું આ એક આયુર્વેદ પદ્ધતિ છે. જોકે ખરેખર, લોકો ઓઈલ પુલિંગ તેમના દાંતને સ્વસ્થ રાખે છે. પરંતુ આ પદ્ધતિ ચહેરાની ફિટનેસ માટે પણ અસરકારક સાબિત થઈ છે. દરરોજ સવારે ઓઈલ પુલિંગ જડબુંની રેખા જાળવવામાં મદદ કરે છે, તેમજ બે-ત્રણ મહિના સુધી સતત ઓઈલ પુલિંગ પદ્ધતિનો ઉપયોગ કરવાથી તમે તમારો ચહેરાને સ્લિમ બનાવી શકો છે.

 

ઓઈલ પુલિંગ કેવી રીતે કરવું

આયુર્વેદ મુજબ ઓઈલ પુલિંગ માટે તલનું તેલ, નાળિયેરનું તેલ અથવા એરંડાનું તેલ ઉપયોગમાં લઈ શકાય છે. સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા એક ચમચી જેટલું દસ ગ્રામ તેલ મોઢામાં ઘુમાવો. જેથી તેલ લાળ સાથે તરત ભળી જાય. તે બાદ તેને બહાર કાઢો. અને પછી ફરી એકવાર હુંફાળા પાણીથી મોઢાને ચોખ્ખું કરો. દરરોજ લગભગ 5-10 મિનિટ ઓઈલ પુલિંગ કરો તેમજ આ પદ્ધતિનો સતત ઉપયોગ કરવાથી તમારા ચહેરા પર જામી ગયેલી ચરબી દૂર થઈ જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Helth/આ ફૂલનું તેલ વાળના મૂળને મજબૂત બનાવે છે

આ પણ વાંચોઃ helath/હોળીના પાક્કા રંગથી થતા પિમ્પલ્સને દુર કરવાની રીત

આ પણ વાંચોઃ Health Care/લિપોસક્શન સર્જરી કરાવવાની ઘેલછા મહિલાને પડી મોંઘી, જાણો શું તેની સાથે…