દર અને ચમકતી ત્વચા મેળવવી મુશ્કેલ છે અને તેને જાળવી રાખવી પણ મુશ્કેલ છે. થોડા દિવસોમાં દિવાળી છે અને દેખીતી રીતે જ તમે તેની તૈયારી શરૂ કરી દીધી હશે. પરંતુ તે દરમિયાન, તમે તમારી સુંદરતા પર ધ્યાન નહી આપી શકતા હોવ. પરંતુ તેના માટે તમારે પાર્લર જવાની જરૂર નથી. બસ ઘરેલું ઉપાય અજમાવો અને મેકઅપ વિના પણ તમારી ત્વચાને ચમકાવો. સુંદર દેખાશો.
દિવસમાં ઓછામાં ઓછા ૩-૪વખત ગ્લિસરિનયુક્ત સાબુથી ચહેરો ધોઈ લો. કોઈપણ પ્રકારના કોસ્મેટિક્સનો ઉપયોગ કરવાનું ટાળો. ફક્ત કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરો.
દરરોજ ચહેરો સાફ કરવા માટે, દૂધમાં જવનો લોટ અથવા દહીં મિક્ષ કરીને દસ મિનિટ માટે લગાવો અને પછી તેને હળવા પાણીથી ધોઈ લો.
– લીંબુના રસમાં હળદર મેળવીને લગાવવાથી ચહેરાની ફોલ્લીઓ ઝડપથી અદૃશ્ય થઈ જાય છે. શુષ્ક ત્વચાના દાગ અને ફોલ્લીઓ દૂર કરવા માટે દૂધમાં ચંદન ઘસીને લગાવવું જોઈએ .
– ત્વચાની સુંદરતામાં સુધારો કરવા માટે મધથી બનેલા ફેસપેકનો ઉપયોગ કરો. તેનાથી ચહેરો સુંદરરહે છે. હળદર અને લીંબુને મધમાં મિક્સ કરીને લગાવવાથી કરચલીઓ દુર થાય છે.
– ટામેટાંમાં લીંબુના દસથી બાર ટીપાં ઉમેરો. આ મિશ્રણને ચહેરા પર લગાવવાથી દાગ અને ફોલ્લીઓ દૂર થાય છે.
ત્વચામાં તાજગી લાવવા તમે માટે સ્પા પણ કરી શકો છો, જેનાથી તમારી ત્વચા ખીલશે. તહેવારોના ઓછામાં ઓછા ૧૫ દિવસ પહેલાં તે કરો.
તૈલીય ત્વચા માટે સ્ટ્રોબેરી ફેસપેક ખૂબ જ સારું છે. સાથે સાથે બીજા ફળોનું પણ સેવન કરો.
– ચા, કોફી, માંસ, માછલી, આલ્કોહોલ વગેરેનું સેવન ન કરો. વિટામિન-સીનું સેવન ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. વિટામિન સી તરીકે લીંબુ ખાઓ.
– સુંદરતા જાળવવા માટે સનસ્ક્રીન લગાવવાનું ન ભૂલો.