પશ્ચિમ બંગાળ/ વ્હીલચેર પર બે હાથ જોડી હજારોની જનમેદની સાથે કથિત હુમલા બાદ મમતાનો ધમાકેદાર ‘પાવર શો’

વ્હીલચેર પર બે હાથ જોડી હજારોની જનમેદની સાથે કથિત હુમલા બાદ મમતાનો ધમાકેદાર ‘પાવર શો’

India Trending
વ૧ 3 વ્હીલચેર પર બે હાથ જોડી હજારોની જનમેદની સાથે કથિત હુમલા બાદ મમતાનો ધમાકેદાર ‘પાવર શો’

 

પશ્ચિમ બંગાળના નંદિગ્રામમાં પોતાની ઉપર હુમલો થયા પછી સીએમ મમતા બેનર્જીએ ફરી એકવાર રસ્તા પર જાહેરમાં પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે. મમતા બેનર્જીએ રવિવારે કોલકાતાની ગાંધી પ્રતિમામાં હજીરા રોડ સુધી એક વિશાળ પાવર શો યોજ્યો. વ્હીલચેર પર બેસીને રોડ શો પર પહોંચેલી મમતા બેનર્જીએ અહીં એક પદયાત્રા દ્વારા પોતાની શક્તિ બતાવવાનો પ્રયાસ કર્યો હતો.

કોલકાતાના ગાંધી પ્રતિમા ખાતે પુષ્પો અર્પણ કર્યા બાદ મમતા બેનર્જીએ અહીં પોતાનો મેગા રોડ શો શરૂ કર્યો. આ રોડ શો પહેલા મમતાએ એક ટ્વીટ પણ કર્યું હતું. આ ટ્વિટમાં મમતાએ લખ્યું છે કે, ‘અમે હજી પણ પૂર્ણ તાકાતથી લડતા રહીશું. હું ખૂબ પીડામાં છું, પણ હું મારા લોકોમાં જે પીડા અનુભવું છું તે મારાથી વધારે અનુભવી શકું છું. આ લડત આપણી જમીન માટે છે, જેના માટે આપણે ઘણી લડત લડી છે. અમે વધુ લડશું, પરંતુ કાયરતા બતાવી હાર  નહીં માનીએ.

West Bengal Assembly Election 2021: Days After Leg Injury, Mamata Banerjee  Leads Roadshow In Wheelchair

ભત્રીજા અભિષેક બેનર્જી સહિત હજારો લોકોએ ભાગ લીધો હતો

રવિવારે બપોરે બે વાગ્યે મમતા બેનર્જીનો રોડ શો શરૂ થયો. આ રોડ શો પહેલા મમતાએ મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી, મમતા સાથે હજારો લોકો કોલકાતાના હજીરા રોડ તરફ પ્રયાણ કર્યું. મમતા સાથે આ રોડ શોમાં તેના ભત્રીજા અભિષેક બેનર્જી સહિત અન્ય ઘણા ટીએમસી નેતાઓ પણ હાજર હતા.

નંદીગ્રામમાં હુમલો થયા બાદ પહેલીવાર રસ્તા પર મમતા

નંદીગ્રામમાં કથિત હુમલો થયા બાદ રવિવારે મમતા બેનર્જી રવિવારે પહેલી વાર રસ્તા પર ઉતર્યા હતા. વિશેષ વાત એ છે કે મોટી સંખ્યામાં મહિલાઓએ પણ મમતાના રોડ શોમાં ભાગ લીધો છે. આ અગાઉ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મમતાએ આવી જ પદયાત્રા કાઢી હતી. જો કે, રવિવારનો રોડ શો ખાસ છે કારણ કે મમતા બેનર્જીએ વ્હીલચેર પર બેસીને લોકોને શુભેચ્છા પાઠવી છે.