બંગાળ ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે ત્યારે આજે પ્રથમ તબક્કાની 30 સીટો પર મતદાન થઇ રહ્યું છે. નંદીગ્રામમાં ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રલય પાલે એક ચોંકાવનારો દાવો કર્યો. પ્રલય પાલનું કહેવું છે કે ટીએમસી સપ્રીમો મમતા બેનર્જીએ તેમને ફોન કર્યો અને તૃણમૂલને જીતાડવામાં મદદ કરવાનું કહ્યું હતું, જ્યાં તેમના પૂર્વ સહયોગી શુભેન્દુ અધિકારી મેદાનમાં છે.
ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં પ્રલય પાલે દાવો કર્યો છે કે શનિવારે સવારે મમતા બેનર્જીએ તેમને ફોન કર્યો હતો અને નંદીગ્રામમાં ટીએમસી માટે મદદ માંગી હતી. તો ટીએમસીનું કહેવું છે કે ઑડિયોમાં સંભળાતો અવાજ વેરિફાઇડ નથી. ક્લિપ વેરિફાઇડ નથી.
પ્રલય પાલે કહ્યું કે તે ઇચ્છતા હતા કે હું તેમના માટે કામ કરું અને ટીએમસીમાં પાછો જઉં પરંતુ હું લાંબા સમયથી શુભેન્દુ અધિકારી અને અધિકારી પરિવારની સાથે જોડાયેલો રહ્યો છું. હું હવે ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરું છું. તેમણે કહ્યું કે લેફ્ટની સત્તા દરમિયાન જ્યારે ભાકપાનું શાસન હતું અત્યાચારથી બચાવવા માટે તે દરમિયાન અધિકારી પરિવાર જ હતો જે નંદીગ્રામની જનતા સાથે ઉભો હતો. હું ક્યારેય અધિકારી પરિવારની વિરુદ્ધ નથી ગયો અને ક્યારેય આવી હિંમત પણ નહીં કરું.
પ્રલય પાલે કહ્યું કે તેમણે મમતા બેનર્જીને કહ્યું કે નંદીગ્રામના સ્થાનિક લોકોને ટીએમસીએ ક્યારેય તેમનો હક નથી આપ્યો. અને તેઓ ભાજપની સેવા કરતા રહેશે. તેઓ સુનિશ્ચિત કરશે કે નંદીગ્રામ સીટ પર શુભેન્દુ અધિકારી જીતે.