લાલુ પ્રસાદ યાદવના પરિવારના ઘર પર સીબીઆઈના દરોડા બાદ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. હવે દિલ્હીની કેજરીવાલ સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ પર મમતા બેનર્જીએ કેન્દ્ર પર કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે, ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને વિપક્ષને ચૂપ કરવા માંગે છે. શું આ તપાસ એજન્સીઓ માત્ર જૈન, નવાબ મલિક સામે જ કામ કરે છે? ભાજપના નેતાઓ સામે કેમ નહીં? તેમણે કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકાર ભેળસેળયુક્ત બની ગઈ છે. આ લોકોએ દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી નાખી. નોટબંધી જેવા પગલાં નિરર્થક સાબિત થયા. આ એક મોટું કૌભાંડ હતું.
આ પણ વાંચો:વધુ એક કાશ્મીરી પંડિતની હત્યા, આતંકવાદીઓએ સ્કૂલમાં ઘૂસીને શિક્ષિકા પર કર્યું ફાયરીંગ
આ પણ વાંચો:CM યોગી આવતીકાલે અયોધ્યા જશે, મંદિરના ગર્ભગૃહના શિલાન્યાસના કાર્યક્રમમાં સામેલ થશે
આ પણ વાંચો:સત્યેન્દ્ર જૈનની ધરપકડ પર અરવિંદ કેજરીવાલે મૌન તોડ્યું, કહી આ વાત