પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ડાન્સ કરતો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પણ દર વખતની જેમ મમતા બેનર્જીની અલગ સ્ટાઈલ જોવા મળી હતી.
#WATCH West Bengal CM Mamata Banerjee dances with folk artists at a mass wedding ceremony in Alipurduar
(Source: CMO) pic.twitter.com/gg7NQDWRmP
— ANI (@ANI) June 8, 2022
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારમાં લોક કલાકારો સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. એક ન્યૂઝ એજન્સી અનુસાર, મમતા બેનર્જી અહીં એક સમૂહ લગ્ન સમારોહમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેણે લોક કલાકારો સાથે પરંપરાગત નૃત્ય પણ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, સીએમ મમતા બેનર્જી અલીપુરદ્વાર જિલ્લાના હાસીમારામાં આદિવાસી સમૂહ લગ્નમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ઉત્તર બંગાળના અલીપુરદ્વાર, જલપાઈગુડી, કૂચ બિહાર જિલ્લાના 570 લોકોએ લગ્ન કર્યા. રાજ્ય સરકારના સહયોગથી આ સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાયો હતો. સીએમ મમતા બેનર્જીએ તમામ દુલ્હનોને 25-25 હજાર રૂપિયાનો ચેક પણ આપ્યો હતો.