Narmada/ નાંદોદ તાલુકાના વરખડ ગામમાં જુની અદાવતમાં શખ્સ પર હુમલો

વસીમ મેમણ – પ્રતિનિધિ, તિલકવાડા

Gujarat Others
નાંદોદ હુમલો

નાંદોદ તાલુકાના વરખડ ગામે અગાવ જુની અદાવતનું મનદુઃખ રાખી એક શખ્સને પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસના ચોપડે નોંધાઇ છે.

નાંદોદ તાલુકાના વરખડ ગામે રહેતા રમેશભાઈ ભીખાભાઈ પટેલ સાંજના સમય ઘરેથી ભત્રીજા ભુપેન્દ્રભાઈ જશુભાઈ પટેલને ત્યાંથી પરત આવી રહ્યાં હતા તે દરમિયાન નવી નગરી ફળિયામાં ચાલતા જતા હતા.

તે સમયે કલ્પેશભાઈ જશુભાઈ પટેલે જુની અદાવતનું મનદુઃખ રાખી રામજીભાઈના કેસમાં પંચ તરીકે કેમ સહી કરી છે તેમ કહી ગાળો બોલી ઝઘડો કર્યો હતો. કલ્પેશભાઇ આ સમયે તેમના હાથમાં રહેલી પીવીસી પાઇપ વડે રમેશભાઇના પગના ભાગે ઝાપટ મારી ઝપાઝપી કરી ફરિયાદીને જમીન ઉપર પાડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઘટનાને પગલે રમેશભાઈ ભીખાભાઈ પટેલે આમલેથા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઘટનાની જાણ આમલેથા પોલીસને થતા પોલીસે આરપી કલ્પેશભાઈ જશુભાઈ પટેલ વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘટના પગલે નાંદોદ તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.


આ પણ વાંચોઃ સુરતની સચિન GIDCમાં ભીષણ આગ દુર્ઘટનામાં કામદારો દાઝયા, સ્ટોરેજ ટેન્કમાં થયો મોટો વિસ્ફોટ

આ પણ વાંચોઃ 17 દિવસ કેવી રીતે સ્નાન કર્યું, શું ખાધું; તમે શૌચાલયમાં કેવી રીતે ગયા? મજૂરે કહી આપવીતી

આ પણ વાંચોઃ ગુજરાતમાં આર.આર. કેબલ કંપનીને ત્યાં આઇટી ત્રાટક્યુ


નર્મદા જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો

નર્મદા જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો