ફ્રાન્સના એન્થોની લોફ્રેડોને બ્લેક એલિયન બનવાની ધૂન સાવર થી છે. બ્લેક એલિયન બનવાની ચાહતમાં પોતાના શરીરના અનેકંગો કપાવી નાખ્યા છે. તેને પોતાના શરીરના અનેક અંગો કપાવ્યા બાદ તેનો દેખાવ ઘણા અંશે એલિયન જેવો લાગી પણ રહ્યો છે.
‘બ્લેક એલિયન’ બનવાની ઈચ્છા ધરાવતો ફ્રાંસનો એન્થોની લોફ્રેડો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તેણે પોતાનો હાથ વિચિત્ર પંજા જેવો બનાવવા માટે તેની બે આંગળીઓ કાપી છે. એન્થોનીએ માત્ર પોતાની આંગળીઓ જ કાપી નથી. ઉલટાનું, આ પહેલા પણ તેણે પોતાનું નાક અને ઉપરના હોઠ કાપી નાખ્યા છે.
તેણે પોતાની આંખોમાં ટેટૂ પણ કરાવ્યા છે. તમને જણાવી દઈએ કે, 33 વર્ષીય એન્થોની પોતાના ડાબા હાથની આ બે આંગળીઓને કાપવાની સર્જરી કરાવવા માટે મેક્સિકો ગયા છે.
લોફ્રેડોએ તેના આખા શરીર પર ટેટૂ કરાવ્યું છે. આટલું જ નહીં, ‘બ્લેક એલિયન’ બનવા માટે તેણે ઘણી બધી સર્જરી કરાવી છે. આ હોવા છતાં, લોફ્રેડો કહે છે કે તેને સંપૂર્ણ ‘બ્લેક એલિયન’ બનવા માટે હજુ 35 ટકા વધુ ફેરફારની જરૂર છે.
ઈન્સ્ટાગ્રામ પર પોતાનો આ ફોટો શેર કરતા તેણે લખ્યું, “આ પ્રોજેક્ટ હજુ પૂરો થયો નથી. ‘બ્લેક એલિયન’ બનવાના મારા સપનાની બીજી પ્રક્રિયા હમણાં જ પૂર્ણ થઈ છે. જ્યારે 35 ટકા પ્રક્રિયા હજુ પૂર્ણ થવાની બાકી છે. મારી આ સફળ સર્જરી માટે મેક્સિકોનો આભાર.
લોફ્રેડોએ સર્જરી બાદ પોતાના હાથનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો લઈને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. તેમાં લખ્યું હતું, ‘શાંતિમાં… ઊર્જા માટે આભાર. હવે આગલા હાથની તૈયારી શરૂ થાય છે.”