કર્ણાટકથી શરૂ થયેલો હિજાબ વિવાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો છે.આ વિવાદમાં ઈંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડના ફ્રેંચ ફૂટબોલર પોલ પોગ્બાએ પણ પ્રવેશ કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતી વખતે ટિપ્પણી કરી છે.પોલ પોગ્બાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક તરફ વિદ્યાર્થીઓ ગળામાં કેસરી મોજા પહેરીને નારા લગાવતા જોવા મળે છે. બીજી તરફ હિજાબ પહેરેલી યુવતીઓ નારા લગાવતી જોવા મળે છે.
Video from Sagar, Karnataka shared by @paulpogba on instagram. pic.twitter.com/LtVbXWAbSA
— Mohammed Zubair (@zoo_bear) February 10, 2022
ફ્રેન્ચ મિડફિલ્ડર પોલ પોગ્બાએ એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું છે કે ભારતમાં કોલેજમાં હિજાબ પહેરેલી છોકરીઓને ભીડ દ્વારા હેરાન કરવામાં આવી હતી. આ ફૂટબોલરે વીડિયોની નીચે એક લાઈન પણ લખીતાજેતરમાં જ કર્ણાટક સરકારે રાજ્યમાં કર્ણાટક શિક્ષણ અધિનિયમ-1983ની કલમ 133 લાગુ કરી છે. આ અંતર્ગત હવે તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓએ ફરજીયાતપણે યુનિફોર્મ પહેરવો પડશે. ખાનગી શાળાઓ પણ પોતાનો યુનિફોર્મ પસંદ કરી શકે છે.