રાજકોટ શહેરના સામાજિક અગ્રણી મનહરભાઈ મજીઠીયાનું કોરોનાની સારવાર દરમિયાન જંગ જીત્યા બાદ હૃદયરોગની સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ સૌરાષ્ટ્ર કચ્છ પ્રોડક્ટિવિટી કાઉન્સિલના મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા.તેમાં છેલ્લે તેઓની સારવાર વોકહાર્ટ હોસ્પિટલમાં ચાલી રહી હતી.
અહીંના તબીબોની મહેનતથી સારવાર દરમિયાન તેઓએ કોરોનાને માત આપી હતી અને જંગ જીતી ગયા હતા પરંતુ ત્યારબાદ હૃદયરોગની સમસ્યા સર્જાઇ હતી. તેઓને આ સમસ્યામાંથી બહાર લાવવા માટે તબીબોએ ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડેમેજ વધી જવાના કારણે તેઓને બચાવવામાં સફળતા પ્રાપ્ત થઇ ન હતી. વોકહાર્ટ હોસ્પિટલનામાં ડૉ ચિરાગ માત્રાવડિયા તેમજ હોસ્પિટલના સંચાલક સહિતની ટીમ દ્વારા તેઓને બચાવવાના અથાક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ આખરે તેઓનું દુઃખદ નિધન થયું હતું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…