શુક્રવારે પૂર્વ વડા પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો. મનમોહનસિંહે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. આ વખતે તે રાજસ્થાનથી ચૂંટાયા છે. મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા છે. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી, વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ સહિતના કોંગ્રેસના અનેક દિગ્ગજો શપથ ગ્રહણ સમારોહમાં હાજર હતા.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શુભેચ્છા પાઠવી
મનમોહન સિંહ છઠ્ઠી વખત રાજ્યસભા પહોંચ્યા છે. ઘણા પ્રધાનોએ તેમને આ વિશેષ પ્રસંગે શુભેચ્છાઓ આપી છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ટ્વિટ કરીને રાજસ્થાનથી સંસદ સભ્ય તરીકે ચૂંટાવા પર શુભકામના પાઠવી છે. પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું છે કે તેમને આશા છે કે તેમના અનુભવ અને માહિતીથી રાજસ્થાનના લોકોને ફાયદો થશે.
https://twitter.com/ashokgehlot51/status/1163388220144414720
મનમોહન સિંહ આસામથી સાંસદ રહી ચૂક્યા છે
મનમોહન સિંહ અગાઉ આસામના રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. રાજસ્થાન વતી આ પહેલીવાર રાજ્યસભા પહોંચયા છે. ખરેખર આ બેઠક રાજસ્થાનમાં ભાજપના રાજ્યસભાના સભ્ય મદન લાલ સૈનીના નિધન પછી ખાલી પડી હતી, જેના માટે મનમોહન સિંઘ ચૂંટાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.