પોરબંદરઃ આગામી લોકસભા ચૂંટણીને લઈને પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયા આજથી બે દિવસના પોરબંદરના પ્રવાસે છે. મનસુખ માંડવિયાનું ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવનાર છે. તેમના આગમનને લઈને કાર્યકરોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ભાજપમાં સામેલ થયેલા અર્જુન મોઢવાડિયા પણ તેમના સ્વાગતમાં હાજર રહે તેવી સંભાવના છે.
મનસુખ માંડવિયાના આગમન નિમિત્તે 300 બાઇક અને 100 કાર સાથે એરપોર્ટથી કીર્તિ મંદિર સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મનસુખ માંડવિયા કીર્તિમંદિરે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરશે. તેઓ સુદામા મંદિરે દર્શન કરી કાર્યકરોને મળશે.
તેના પછી તેઓ બપોરે તાજાવાલા હોલ ખાતે કાર્યકરો સાથે મુલાકાત કરશે અને તેમને સંબોધન કરે તેમ મનાય છે. ત્યારબાદ રાણાવાવ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. તેના પછી કુતિયાણા ખાતે હનુમાન મંદિરે પણ તે દર્શન કરશે.
આ ઉપરાંત તે પાજોદ અને બાટવાની મુલાકાતે જશે. તેના પછી તે માણાવદર ખાતે સ્વામિનારાયણ મંદિરે દર્શન કરશે. સ્વામિનારાયણ મંદિરના દર્શન પછી તે માણેકવાડા ખાતે માલાબાપા મંદિરની મુલાકાત લેશે. ખોખરડામાં તે સાવજ ડેરી ખાતે કાર્યકરોની મુલાકાત કરી તેમનો ઉત્સાહ વધારશે.
તેના પછી મેંદરડામાં સરદાર ચોક ખાતે સભા સંબોધે તેમ મનાય છે. સાંજે ગાઠીલાના ઉમાધામ મંદિરે દર્શન કરશે. ઉપલેટામાં સ્વાગત બાપુના બાવલા ચોક ખાતે સભા સંબોધશે. તેના પછી ધોરાજી જઈ ત્યાં સભા સંભોધશે. જેતપુર ખાતે તેઓ રાત્રિ રોકાણ કરશે.
બીજા દિવસે નવમી માર્ચના રોજ તે સિદ્ધપુર ખાતે દર્શન કરશે. વીરપુરથી ખોડલધામ પદયાત્રા કરશે. તેના પછી ગોંડલમાં રમાનાથ મંદિરે દર્શન કરશે. ગોંડલના રામજી મંદિરે દર્શન કરશે. ઘોઘાવદર ખાતે દાસીજીવણ મંદિરમાં દર્શન કરશે. ગોંડલમાં ધારાસભ્યના નિવાસ્થાને તેમનું સ્વાગત થશે. તેના પછી ગોંડલમાં બેપ્સની અક્ષર ડેરીની મુલાકાત લેશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ