Not Set/ HEADLINE @12:30 PM: અત્યાર સુધીના મહત્વના ન્યુઝ એક ક્લિક પર

સતત 13 દિવસથી ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલની તબિયત દિવસે દિવસે વધારે લથડી રહી છે. આજે ગુરુવારે ઉપવાસના13માં દિવસે હાર્દિકની તબિયત એટલી લથડી ગઈ છે કે તેનાથી ઉભા નથી થઇ શકાતું અને ચાલી પણ નથી શકાતું. મળતી માહિતી મુજબ ઉપવાસ છાવણીમાં આવવા માટે પણ હાર્દિક પટેલને વ્હીલચેર અને મિત્રોનો સહારો લેવો પડ્યો હતો. https://api.mantavyanews.in/state-hardik-patel-on-wheelchair-his-health-declining/ છેલ્લા કેટલાક સમયથી બે વયસ્કો વચ્ચેના સજાતીય સંબંધો અંગે અનેક અટકળો જોવા મળી રહી હતી, ત્યારે હવે […]

Top Stories Gujarat Trending
Breaking News Plate 6 HEADLINE @12:30 PM: અત્યાર સુધીના મહત્વના ન્યુઝ એક ક્લિક પર

સતત 13 દિવસથી ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલની તબિયત દિવસે દિવસે વધારે લથડી રહી છે. આજે ગુરુવારે ઉપવાસના13માં દિવસે હાર્દિકની તબિયત એટલી લથડી ગઈ છે કે તેનાથી ઉભા નથી થઇ શકાતું અને ચાલી પણ નથી શકાતું. મળતી માહિતી મુજબ ઉપવાસ છાવણીમાં આવવા માટે પણ હાર્દિક પટેલને વ્હીલચેર અને મિત્રોનો સહારો લેવો પડ્યો હતો.

https://api.mantavyanews.in/state-hardik-patel-on-wheelchair-his-health-declining/

છેલ્લા કેટલાક સમયથી બે વયસ્કો વચ્ચેના સજાતીય સંબંધો અંગે અનેક અટકળો જોવા મળી રહી હતી, ત્યારે હવે ગુરુવારે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં હાથ ધરાયેલી સુનાવણી બાદ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા સમલૈંગિકતા સંબંધોને અપરાધ માનવાની IPCની ધારા ૩૭૭ને ખતમ કરી છે.

https://api.mantavyanews.in/supreme-court-gives-a-historic-verdict-on-homosexuality-there-is-no-crime-in-homosexual-relations/

તાજેતરમાં ઇન્ડોનેશિયાના જકાર્તામાં રમાયેલી એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા ચાર ખેલાડીઓનું અમદાવાદના એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.મેડલ વિજેતા ખેલાડીઓનું સ્વાગત કરવા માટે વહેલી સવારથી અનેક લોકો ઢોલ નગારા સાથે એરપોર્ટ પર પહોંચ્યા હતા.ખુલ્લી જીપમાં નીકળેલાં ખેલાડીઓનું અહીં હાજર સેંકડો લોકોએ અભિવાદન કર્યું હતું

https://api.mantavyanews.in/a-grand-welcome-to-the-four-players-of-the-medal-winning-asian-games-at-ahmedabad-airport/

એસસી એસટી એક્ટ(પ્રીવેન્શન ઓફ એટ્રોસીટી એક્ટ)માં થઇ રહેલાં સુધારાના વિરોધમાં દેશની સવર્ણ જાતિઓ દ્રારા ભારત બંધનું એલાન અપાયું હતું. ભારત બંધને લઈને બિહારમાં જનજીવન પર મોટી અસર દેખાઈ રહી છે. બિહારના અનેક જીલ્લાઓમાં લોકોઅ આગજની કરીને રસ્તાઓ પર ચક્કાજામ કર્યો હતો

https://api.mantavyanews.in/bharat-bandh-today-several-states-hit-as-upper-caste-members-protest-sc-st-act-amendment/

દેશભરમાં શિક્ષક દિનની રંગે ચંગે ઉજવણી થઈ રહી છે. પરંતુ કચ્છના શિક્ષક દિનની વરવી વાસ્તવિકતા છતી થઈ છે. કચ્છમાં ધોરણ 6 થી 8 માં 1500 જેટલા શિક્ષકોની ઘટ છે.જેની અસર વિદ્યાર્થીઓના ભણતર પર પડી રહી છે.

https://api.mantavyanews.in/state-reality-of-teaching-in-kutch-teacher-deficit/

બોલિવુડ સ્ટાર શાહિદ કપૂર ફરી એકવાર પિતા બની ચુક્યા છે. તેમની પત્ની  મીરા રાજપૂતે 5 સપ્ટેમ્બર (બુધવારે) મુંબઈના હિન્દુજા હોસ્પિટલમાં એક પુત્રને જન્મ આપ્યો હતો. શાહિદ પહેલા એક પુત્રીના પિતા છે. જેનું નામ મીશા છે.

https://api.mantavyanews.in/entertainment-good-news-shahid-kapoor-and-mira-rajput-have-been-blessed-with-a-baby-boy/