બનાસકાંઠા જિલ્લા ના વાવ તાલુકા ના ભાટવરગામ તલાટીનો વિકાસ ના કામ ટકાવારીની ચર્ચા કરતો વિડિઓ વાયરલ થયો છે. વાયરલ વીડિયો ગામના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતાં હોવાની વાતચીત સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ બન્યો વિડિઓ માં બીજા 6 % લે છે હું પાંચ ટકા લઈશ એવી વાત નો થયો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
અન્ય તલાટીઓ 7થી 8 ટકા લેતાં હોય પરંતુ હું માત્ર 5 ટકા જ લઈને સંતોષ માનું હોવાનું તલાટી સતિષ જણાવી રહ્યો છે. જેનાથી તાલુકાથી માંડી જિલ્લા પંચાયત આલમમાં ખળભળાટ મચી ગયો હતો.
આ વિડીયો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાટવર ગામના તલાટી અને કોન્ટ્રાક્ટર વચ્ચેનો વિડીયો હતો. જેમાં તલાટી સતિષ દરજી ગામનું સરકારી બાંધકામ ચકાસણી કરવા સ્થળ પર પહોંચે છે. આ દરમ્યાન તલાટી કેટલાક સૂચનો કરતાં કોન્ટ્રાક્ટર પૈસા કાઢી ઓફર કરે છે. ત્યારે તલાટી હિસાબ કરીને રકમ લેવાનો આગ્રહ કરે છે.
વાવ તાલુકાના તલાટીનો બાંધકામ જોઈ કોન્ટ્રાક્ટર પાસે ટકાવારી માંગતો હોવાનો વિડીયો સામે આવ્યો હતો. જેને પ્રથમ દ્રષ્ટિ પુરાવો ગણી જીલ્લા વિકાસ અધિકારીએ લાંચિયા તલાટી સતીષ દરજીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યો છે. જેનાથી જીલ્લાના તલાટી આલમમાં વહીવટી ખળભળાટ મચી ગયો છે. તલાટીએ વિડીયોમાં અન્ય તલાટીઓ પણ 7થી 8 ટકા લેતાં હોવાની ટીપ્પણી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.