HEADLINE 8 AM
વિક્રમસંવંત 2076નો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ …લોકોએ એકબીજાને પાઠવી શુભેચ્છા ….મંદિરોમાં જામી ભક્તોની ભારે ભીડ
નૂતન વર્ષાભિનંદન
—————-
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદમાં….નિવાસસ્થાને કરશે નવાવર્ષની ઉજવણી….કોર્પોરેટરો અને કાર્યકરો સાથે કરશે મુલાકાત
શાહના ઘરે સ્નેહમિલન કાર્યક્રમ
—————-
વડાપ્રધાન મોદી આજથી 2 દિવસ સાઉદી અરબના પ્રવાસે જશે..સાઉદી અરબમાં બિઝનેસ સમિટમાં આપશે હાજરી…સરક્ષા ક્ષેત્રે સહયોગ વધારવા થશે ચર્ચા
PM સાઉદી અરબના જશે
—————-
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણાં વિસ્તારોમાં માવઠું…વાતાવરણમાં પલટાથી ખેડૂતો ચિંતામાં
ખેડૂતો ચિંતામાં
—————-
અરબી સમુદ્રમાં સર્જાયેલું ક્યાર વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું…ગુજરાતને નહીં થાય ખાસ અસર…બે દિવસ રહેશે આંશિક અસર
વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું
——–
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની જાહેરાત….આતંકી સંગઠન ISISના વડા અબુ બકર અલ બગદાદીનું મોત….અમેરીકી સૈનિકોથી ધેરાતા આત્મઘાતી ધમાકામાં મર્યો બગદાદી
આતંકના આકાનો ખેલ ખતમ
—-
વાપીના છારા ગામમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતા…ગોડાઉનમાં પ્લાસ્ટિક તેમજ જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ વધુ પ્રસરી હતી…જો કે ફાયર વિભાગની 5 થી વધુ ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી…સ્થાનિકોના કહેવા પ્રમાણે આગ ફટાકડાઓના કારણે લાગી હતી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.