Not Set/ Mantavya News bell 16/11/2019નાં મુખ્ય સમાચાર

અમદાવાદ/ હાથીજણનાં કયા આશ્રમમાં કિશોરીએને ગોંધી રખાય છે, ક્યાંની છે આ કિશોરીઓ અમદાવાદનાં હાથીજણનો એક આશ્રમ ભારે વિવાદમાં સપડાયો છે. અમદાવાદનાં હાથીજણનાં નિત્યાનંદ આશ્રમ પર અતી ગંભીર પ્રકારનાં આક્ષેપો કરવામાં આવ્યા છે. હાથીજણનાં નિત્યાનંદ આશ્રમ  દક્ષિણ ભારતમાંથી કિશોરીઓને લાવી ગોંધી રાખવા જેવા આક્ષેપો કરવમાં આવ્યા છે. જી હા દક્ષિણભાર અને ખાસ કરીને કર્ણાટકમાંથી અહીં નાની […]

Top Stories Gujarat India
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 2 Mantavya News bell 16/11/2019નાં મુખ્ય સમાચાર

અમદાવાદ/ હાથીજણનાં કયા આશ્રમમાં કિશોરીએને ગોંધી રખાય છે, ક્યાંની છે આ કિશોરીઓ

અમદાવાદનાં હાથીજણનો એક આશ્રમ ભારે વિવાદમાં સપડાયો છે. અમદાવાદનાં હાથીજણનાં નિત્યાનંદ આશ્રમ પર અતી ગંભીર પ્રકારનાં આક્ષેપો કરવામાં આવ્યા છે. હાથીજણનાં નિત્યાનંદ આશ્રમ  દક્ષિણ ભારતમાંથી કિશોરીઓને લાવી ગોંધી રાખવા જેવા આક્ષેપો કરવમાં આવ્યા છે. જી હા દક્ષિણભાર અને ખાસ કરીને કર્ણાટકમાંથી અહીં નાની મોટી 40 કે તેથી વધુ યુવતી-કિશોરીઓને કોઇને જાણ કર્યા વિના જ લાવવામાં …

સબરીમાલા/ કાલે સાંજે ખુલશે દર્શન માટે મંદિરનાં કપાટ, જાણો કેવી છે તૈયારી

સુપ્રીમ કોર્ટ દ્વારા સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવો કે કેમ તે કેસમાં, સંપૂર્ણ મામલો ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી 5 જસ્ટીસની બેચે 7 જસ્ટીસની લાર્જર બેચને સોપી દીધો છે. હવે સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ મામલે આગામી દિવસોમાં 7 જસ્ટીસની લાર્જર બેચ આ મામલે ચુકાદો આપશે. ત્યારે તમામ હકીકતો વચ્ચે ફરી એક વાર ભગવાન અય્યપા …

જીવતા સમાધી

મનઘણ દાદાએ સપનામાં આવી સમાધી લેવા હ્યું હોવાનો દાવો . ધર્મના રસ્તે ચાલીશ તો તને જીવાડીશ. મુછડીયા કાંતિલાલે જીવતા સમાધી લેવાની કરી વાત. ખુદ પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા. સમાધી પહેલાં લખેલી ચિઠ્ઠીમાં. અઢી મહિના પહેલાં સમાધી લેવાનું આવ્યુ સપનું.  હું ભુવા અને ઢોંગી સાધુઓનો વિરોધી છુંઃ કાંતિલાલ

બનાસકાંઠાઃ હીટ એન્ડ રનની ઘટના

એક રાહદારીને ટ્રકે મારી ટક્કર . ટક્કર મારી ટ્રક ચાલક ફરાર

સુરતઃ ડેન્ગ્યુના કારણે વધુ એકનું મોત

ડેન્ગ્યુમાં વધતા કેસને લઈ આરોગ્ય વિભાગ સતર્કમાં. પુણા વિસ્તારમાં એકનું મોત

ડેનમાર્કમાં બે ગુજરાતીની હત્યા

ગોળીમારી કરાઈ હત્યા. કિરણ અને ચિરાગની કરાઈ હત્યા. અશ્વેત યુવકે માારી ગોળી. સાઉથ કેરોલીના સ્ટોરની ઘટના. હત્યાના સીસીટીવી આવ્યા સામે

શિવસેના-કોંગ્રેસ-NCP ગઠબંધન સામે SCમાં દાખલ થઇ જાનહિતની અરજી

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદ સરકાર બનાવવા માટે એક સાથે આવી ગયેલ શિવસેના – NCP – કોંગ્રેસના ગઠબંધનને અનૈતિક જાહેર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક PIL(જનહિતની અરજી) દાખલ કરવામાં આવી છે. આ અરજી પ્રમોદ પંડિત જોષીએ દાખલ કરી છે. મહારાષ્ટ્ર મુંબઇનાં નાગરિક જોષીએ આ અરજીમાં જણાવ્યું છે કે વિધાનસભા ચૂંટણી ભાજપ સાથે ગઠબંધનમાં લડનાર શિવસેનાના વલણમાં ચૂંટણી પરિણામો પછી આવેલું પરિવર્તન NDA પ્રત્યે લોકોના વિશ્વાસ સાથે દગા સમાન છે.

સબરીમાલા/ સરકાર : મહિલા સુરક્ષાની યોજના નથી…ત્રુપતિ દેસાઈ : આ કોર્ટની અવગણના… ભારેલ અગ્ની જેવી સ્થિતિ

આવી સ્થિતિમાં કેરળની ડાબી શાસક સરકારે શુક્રવારે કહ્યું હતું કે મંદિરમાં જતી મહિલાઓને સુરક્ષા પૂરી પાડવાની કોઈ યોજના નથી. રાજ્યના મંદિરના પ્રધાન કડકમપલ્લી સુરેન્દ્રને કહ્યું હતું કે સરકાર દરવાજો તોડીને મહિલાઓને મંદિરમાં પ્રવેશવા માટે પ્રોત્સાહિત કરશે નહીં, તિરુવનંતપુરમમાં સુરેન્દ્રએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું હતું કે મંદિરને તેની સ્થિતિ જાળવી રાખવી જોઈએ. સરકાર શાંતિ ઇચ્છે છે

ગુજરાત/ મહેસુલી કાયદામાં સુધારો, નવી શરતની જમીન સીધી બીનખેતી કરાવી શકાશે

ગુજરાત સરકાર દ્વારા વધુ એક આવકાર્ય પ્રજાલક્ષી પગલું લેવામાં આવ્યું છે. સરકાર દ્વારા મહેસુલી કાયદામાં સુધારો કરવામાં આવી રહ્યા છે. સુધારા અંતરગત હવેથી નવી શરતની જમીન સીધી બીનખેતી કરાવી શકાશે. આ કમા માટે એક જ અરજીમાં તમામ કામ થઇ શકશે. સરકારનાં આ મહત્વનાં નિર્ણયથી અરજદારોની હાલાકી ઘટશે. બિનખેતી, પ્રિમિયમ, હેતુફેર ઉપરાંત બોજા નોંધ, મુકિત-વારસાઇના કામો ઘર બેઠા

જુઓ સમગ્ર અહેવાલ………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન