Paris Olympics News: પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં મનુ ભાકરનું હેટ્રીક મેડલનું સ્વપ્ન રોળાયું. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ 25 મીટર મહિલા પિસ્તોલ શૂટિંગ ઈવેન્ટની ફાઈનલમાં નિરાશા મળી. પેરિસ ઓલિમ્પિકમાં મનુભાકરને ત્રીજો મેડલ મેળવવામાં નિરાશા સાંપડી.
હેટ્રીક મેડલનું સ્વપ્ન રોળાયું
મહત્વનું છે કે આ પહેલા પેરિસ ગેમ્સમાં વ્યક્તિગત 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ મનુએ સરબજોત સિંહ સાથે મળીને મિશ્ર ટીમ કેટેગરીમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. શૂટિંગ ઉપરાંત દીપકી કુમારી અને ભજન કૌર તીરંદાજીમાં પણ એક્શનમાં હશે. ભારત પાસે તીરંદાજીમાં પણ મેડલ જીતવાની તક રહેશે. બોક્સિંગમાં, નિશાંત દેવ પુરુષોના વેલ્ટરવેટમાં ક્વાર્ટર ફાઈનલ રમશે. સાતમા દિવસ સુધી ભારતે ત્રણ મેડલ (બ્રોન્ઝ) જીત્યા છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતના એથ્લેટ તરીકે મનુ ભાકરે 2 મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો. આજે 25 મીટર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલની મેચ હતી. 2 મેડલ મેળવ્યા બાદ ભારતના લોકોની મનુ ભાકર પાસે અપેક્ષાઓ વધી હતી. જો કે મનુ ભાકરનું હેટ્રીક મેડલ મેળવવાનું સ્વપ્ન આજે ચકનાચૂર થયું. 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં મનુ ભાકરે શાનદાર લડત આપતા ચોથા સ્થાન પર રહી.
એક પોઈન્ટથી ગુમાવ્યો મેડલ
જણાવી દઈએ કે ભારતે પેરિસમાં અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. ત્રણેય મેડલ શૂટિંગમાં આવ્યા છે. દેશને આશા છે કે મનુ ભાકર વધુ એક મેડલ જીતી એક જ ઓલિમ્પિકમાં 3 મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બની ઇતિહાસ રચશે. મનુ ભાકરે આજની સ્પર્ધામાં સારો દેખવા કર્યો પરંતુ મેડલ જીતવામાં નિરાશા સાંપડી. મનુ ભાકરે 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. મેડલ સુનિશ્ચિત કરવા માટે તેને શૂટ ઓફનો સામનો કરવો પડ્યો હતો. આમાં તેનો સામનો હંગેરીની મેજર વેરોનિકા સામે હતો. મનુ ભાકરે 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં મેજર વેરોનિકા સાથે એલિમિનેશન શ્રેણી રમવાની હતી જેમાં તેણી એક પોઈન્ટથી ચૂકી ગઈ હતી. મનુ માત્ર એક હિટથી ચૂકી ગઈ અને મેડલ લાવવાની બીજી તક ગુમાવી દીધી.
આજે મેડલ મળવાની ભારતને આશા
જો કે ભારત માટે આજે મેડલ જીતવાની તક છે. બોક્સર નિશાંત દેવ પાસે બીજા મેન્સ બોક્સિંગ મેડલ માટે ભારતની લાંબી રાહનો અંત લાવવાની તક છે. માર્કો એલોન્સો વર્ડે અલ્વારેઝ સામે નિશાંતની ક્વાર્ટર ફાઇનલમાં જીત તેને પોડિયમ પર સ્થાનની ખાતરી આપશે. તીરંદાજીમાં, ભજન કૌર અને દીપિકા કુમારી રાઉન્ડ ઓફ 16 સ્ટેજથી તેમના વ્યક્તિગત રિકર્વ અભિયાનની શરૂઆત કરશે. ખલાસીઓ વિષ્ણુ સરવણન અને નેત્રા કુમાનન અનુક્રમે પુરૂષો અને મહિલાઓની ડીંગીની રેસ 5 અને રેસ 6 માં સ્પર્ધા કરશે.