મહાભારત મહાકાવ્ય ના સમયના ઘણા પ્રાચીન સ્થાનો ગુજરાત ખાતે આવેલા છે. આઆવો આજે જોઈએ ગુજરાતમાં ક્યા ક્યા સ્થળે મહાભારતના વીર યોધ્ધાઓએ પોતાના પગરવ માંડયા હતા….
પાંચાળ પ્રદેશ: ચોટીલાથી થાન તરફ જાવ તો એ આખો વિસ્તાર પંચાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં એક સુંદરી ભવાની માતાજીનું મંદિર છે. અને એ મંદિર પરીસરમાં જ ભીમની ચોરી નામનું એક ઐતિહાસીક સ્થાપત્ય છે. અને ભીમના હિડીમ્બા સાથેના લગ્નની ગાથા વિશે અનેક લોકકથાઓ પણ પ્રચલીત છે.
પાટણ: આજનું ઉત્તર ગુજરાત સ્થીત પાટણ દ્વાપર યુગમાં વેપાર વાણીજ્ય વડે ધબકતું શહેર ગણાતું હતું. અને હિડીમ્બાવન પણ પાટણની આસપાસના વિસ્તારોમાં હતું. ઉપર દર્શાવેલ પ્રદેશ આજે જો નક્શામાં અભ્યાસ કરશો તો નજીક પડે છે.
વરદાયીની ધામ (કલોલ નજીક): મહાભારત સમયગાળામાં રૂપાવટી નામથી પ્રચલીત હતું. પાંડવોએ અહીં ભગવતી માતાની પુજા કરી હતી અને પછી વિરાટનગર તરીકે પણ જાણીતું હતું.
દ્વારકા: યાદવ કુળ દ્વારા સ્થાપીત ઐતિહાસીક નગર દ્વારકા સૌરાષ્ટ્રમાં આજે તો એક પ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ઓળખાય છે. જરાસંઘના ત્રાસથી યાદવકુળને સુરક્ષા આપવા ભગવાન શ્રી કૃષ્ણએ રાજધાનીને મથુરાથી દ્વારકા ફેરવી હતી. આજે સમુદ્રમાંથી પણ અવશેષો મળી આવે છે. અને હજી એનું એક્સ્પ્લોરેશન ચાલુ છે.
પ્રભાસ પાટણ: સોમનાથ નજીક આવેલ પ્રભાસ એક પૌરાણીક તીર્થ સ્થાન છે. યદુવંશની યાદવાસ્થળી (આંતરીક વિખવાદ) બાદ શ્રી કૃષ્ણ પ્રભાસ સ્થાઈ થયા અને પૌરાણીક કથા અનુસાર કોઇ શીકારીનું તીર એમને આ સ્થાન ઉપર જ ઇજા પહોંચાડી ગયું હતું. આજે આ સ્થાન દેહોસ્તર્ગ તરીકે પણ જાણીતું છે.
જુનાગઢ: ગીરનાર પર્વતનું મહાભારત સમયમાં રેવાંતક કે રૈવત પર્વત તરીકે નામ જાણીતું હતું.
ભીમચાસ: તુલશીશ્યામ (ગીર જંગલમાં) નજીક એક ભીમચાસ નામની જગ્યા છે. લોક કથા અનુસાર ભીમની ગદા વડે પર્વત વચ્ચે જગ્યા બનાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.