અમદાવાદ/ પીએમ મોદી સહિત અનેક નેતાઓએ અસ્પાયર-2 બિલ્ડીંગ દુર્ઘટના પર વ્યક્ત કરી સંવેદના

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે ટ્વીટ કરી  દુઃખ વ્યક્ત કરતા લખ્યું – અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડીંગની દુર્ઘટના દુઃખદ છે.

Top Stories Ahmedabad Gujarat
અસ્પાયર-2

અમદાવાદમાં બુધવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં અસ્પાયર-2 નિર્માણાધીન ઈમારતની લિફ્ટ તૂટી પડતાં 7 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટના બની ત્યારે લિફ્ટમાં 10 લોકો હતા. જ્યારે એક ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નિર્માણાધીન બિલ્ડીંગની આ લિફ્ટ કેવી રીતે પડી? તેના વિશે હજુ સુધી સંપૂર્ણ માહિતી સામે આવી નથી.જણાવીએ કે,આ ઘટના અંગે પીએમ મોદીથી લઈને અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.

પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે ટ્વીટ કરી  દુઃખ વ્યક્ત કરતા લખ્યું – અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડીંગની દુર્ઘટના દુઃખદ છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું આશા રાખું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. સ્થાનિક સત્તાવાળાઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ વ્યક્ત કર્યું દુઃખ

અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડીંગ સાઇટ પર થયેલ દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં જાન ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ વ્યક્ત કર્યું દુઃખ

અમદાવાદમાં એક નિર્માણાધીન બિલ્ડીંગમાં લિફ્ટ પડી જવાની દુર્ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું. ઓમ શાંતિ…

સી.આર.પાટીલે વ્યક્ત કર્યું ટ્વીટ

અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર થયેલી દુર્ઘટના અત્યંત દુખદ છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાનાં સ્વજનોને ગુમાવ્યા છે એ સૌ પરિવાર સાથે મારી સંવેદનાઓ છે. પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને શાંતિ અર્પણ કરે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થઇ જાય એવી પ્રાર્થના કરું છું.

આ પણ વાંચો: અસ્પાયર-2 બિલ્ડીંગના ર્નિર્માણનો વીડિયો આવ્યો સામે, જુઓ અહીં

આ પણ વાંચો: ગુજરાતમાં આરોગ્ય કર્મીઓનું અલ્ટીમેટમ,માગણીઓ સ્વીકારવમાં નહીં આવે તો આવતીકાલથી આંદોલનની ચીમકી

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સીટી પાસે 7માં માળેથી લીફ્ટ તુટતા 7 મજુરોના મોત