કૃષિ આંદોલન/ ખેડૂત આંદોલનને લઇને ઘણા લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે : સની દેઓલ

કૃષિ કાયદા સામે ખેડૂત વિરોધનો આજે 10 મો દિવસ છે. આ આંદોલનમાં પંજાબી સ્ટાર દિલજીત દોસાંઝ અને બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વચ્ચેની ભારે ચર્ચાએ સોશિયલ મીડિયા પર પહેલાથી જ ઘણી હેડલાઇન્સ બનાવી દીધી હતી. હવે બોલિવૂડ અભિનેતા અને ગુરદાસપુરનાં ભાજપનાં લોકસભા સાંસદ સન્ની દેઓલે આ સમગ્ર મામલે ટ્વિટ કર્યું છે, જે આ દિવસોમાં એકદમ વાયરલ […]

Top Stories India
corona 70 ખેડૂત આંદોલનને લઇને ઘણા લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે : સની દેઓલ

કૃષિ કાયદા સામે ખેડૂત વિરોધનો આજે 10 મો દિવસ છે. આ આંદોલનમાં પંજાબી સ્ટાર દિલજીત દોસાંઝ અને બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વચ્ચેની ભારે ચર્ચાએ સોશિયલ મીડિયા પર પહેલાથી જ ઘણી હેડલાઇન્સ બનાવી દીધી હતી. હવે બોલિવૂડ અભિનેતા અને ગુરદાસપુરનાં ભાજપનાં લોકસભા સાંસદ સન્ની દેઓલે આ સમગ્ર મામલે ટ્વિટ કર્યું છે, જે આ દિવસોમાં એકદમ વાયરલ થઈ રહ્યો છે. જેના પર યૂઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સની દેઓલે ટ્વિટ કરીને લખ્યું છે – હું આખી દુનિયાને વિનંતી કરું છું કે આ ખેડૂતો અને અમારી સરકારનો મામલો છે. આ વચ્ચે કોઈ ન આવે કારણ કે અમે એકબીજા સાથે વાતો કરીને તેનો સમાધાન શોધીશું.

સની દેઓલ પોતાની ટ્વિટમાં આગળ લખે છે- મને ખબર છે કે ઘણા લોકો આનો લાભ લેવા માંગે છે અને તેઓ તેમાં અવરોધો મૂકી રહ્યા છે. તે ખેડૂતો વિશે બિલકુલ વિચારતા નથી, તેમનો પોતાનો સ્વાર્થ હોઇ શકે છે. દીપ સિદ્ધુ, જે ચૂંટણી સમયે મારી સાથે હતો, લાંબા સમયથી મારી સાથે નથી, તેઓ જે પણ કહે છે અને કરે છે, તે તેમની ઇચ્છા પ્રમાણે કરી રહ્યા છે. મારે તેની કોઈ પણ પ્રવૃત્તિ સાથે કોઈ લેવા-દેવા નથી. હું મારી પાર્ટી અને ખેડૂતોની સાથે છું અને હંમેશાં ખેડૂતોની સાથે રહીશ. અમારી સરકારે હંમેશાં ખેડૂતોનાં ભલા વિશે વિચાર્યું છે અને મને ખાતરી છે કે સરકાર તેમની સાથે વાત કર્યા પછી યોગ્ય નિષ્કર્ષ પર આવશે.

ફાર્મર પ્રોટેસ્ટ વિશે સની દેઓલનું આ પહેલું ટ્વિટ છે. આ પહેલા સનીએ ખેડૂત આંદોલન સામે કે તેના સમર્થનમાં કોઈ ટ્વીટ કર્યું ન હતો, પરંતુ અચાનક ખેડૂત આંદોલનનાં 10 માં દિવસે સનીની આ ટ્વિટએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધી છે. આ પહેલા સની દેઓલ જ્યારે તેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો ત્યારે તે ચર્ચામાં આવ્યો હતો.

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 36 હજારથી વધુ કેસ

બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિવસ: PM મોદીએ કહ્યું – અમે આંબેડકરના સપના પૂરા કરવા કટિબદ્ધ…

ભાજપ સાથે સારા સબંધ હોત તો આજે પણ CM હોત, કોંગ્રેસ સાથે જોડાણથી બધુ ગુમાવ્યું – કુમારસ્વામી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો