દિલ્હીથી નજીક આવેલા ગાજિયાબાદ સહિત ઉત્તર પ્રદેશનાં ઘણા રેલ્વે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ગાજિયાબાદનાં એસએસપીને ઇમેઇલ દ્વારા મળી છે. આ ઇમેઇલમાં ગાજિયાબાદ, મેરઠ અને શામલી રેલ્વે સ્ટેશનોને આવતા 72 કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશનાં ઘણા રેલ્વે સ્ટેશનોને એક ઇમેઇલ દ્વારા ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઇ છે. ધમકી ભર્યા ઇમેઇલ બાદ જિલ્લામાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. એટીએસ અને આઇબી સહિત દરેક તપાસ એજન્સીઓને તેની સુચના આપી દેવામાં આવી છે. તદઉપરાંત યુપી પોલીસ, દિલ્હી પોલીસ, આરપીએફ અને જીઆરપીને પણ આ વિશે સુટચના આપી દેવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં લોકસભાની ચુંટણી ચાલી રહી છે. જેનું અંતિમ ચરણનું મતદાન 19 મે નાં રોજ થશે. આ પહેલા ઉત્તર પ્રદેશનાં ઘણા રેલ્વે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી મળતા ચકચાર મચી જવા પામી છે.