દિવાળી આવી રહી છે અને તહેવારનો માહોલ ચારેબાજુ જામી ગયો છે. દિવાળી પર લોકો મન ભરીને શોપિંગ કરે છે આ જ માહોલ છે જયારે સેલ અને ડિસ્કાઉન્ટ બધે જોવા મળે છે. મારુતિ સુઝુકીની અલગ અલગ ગાડીઓ પર 7000 રૂપિયાથી 75000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
આ ડિસ્કાઉન્ટ અલ્ટો 800, K10, સીલેરયો, વેગનાર અને નવા મોડેલ સ્વીફ્ટ અને ડીઝાયર પર પણ મળી રહ્યું છે. અલ્ટો 800 પર કુલ 45000 સુધીનું ડિસ્કાઉન્ટ મળશે જેમાં સ્પેશીયલ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ શામેલ છે. જયારે અલ્ટો K10 પર 55000 સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
મારુતિ સુઝુકી સ્વીફ્ટ અને ડીઝાયર પર 25000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે જયારે પેટ્રોલ વર્ઝન ગાડી પર 40000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. અત્યારે મળતી મારુતિ સુઝુકીની અર્ટીગા ગાડી પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. પેટ્રોલ વર્ઝન ગાડી પર 30000 ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને સીએનજી પર 25000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે જયારે ડીઝલ મોડેલ પર 75000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ કંપની ઓફર કરી રહી છે સ્ટોકને ક્લીઅર કરવા માટે.
નવી મારુતિ સુઝુકી અર્ટીગા ભારતમાં 21 નવેમ્બરે લોન્ચ થશે જે વધુ મોટી હશે અને વધારે ફીચર્સ હશે. આ નવી કારમાં નવું એન્જીન પણ હશે.